મોરબીમાં નવયુગ ઍકેડેમી દ્વારા PSI-કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાં માટીના સાયલામાં માટી નીચે દટાઇ જવાથી શ્રમિક યુવાનનું મોત
SHARE









મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાં માટીના સાયલામાં માટી નીચે દટાઇ જવાથી શ્રમિક યુવાનનું મોત
મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર પીપળી ગામથી આગળના ભાગમાં આવેલ સીરામીક કારખાનામાં માટીના સાયલામાં પડી જવાથી માટીમાં દટાઈ જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામથી આગળના ભાગમાં આવેલ ધ્યેય સીરામીક નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો રણજીત ભેરુભાઈ ગીનાવા (૩૬) નામનો યુવાન માટી વિભાગમાં કામ કરતો હતો ત્યારે માટીના સાયલામાં પડી જતા માટીમાં દટાઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.એમ. જાડેજા દ્વારા કરવામાં આવી હતી
બાળક સારવારમાં
મોરબીમાં રહેતો લખતરિયા સહદેવ નિલેશભાઈ (૭) નામનો બાળક પોતાના ઘર નજીક સાયકલમાંથી પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ સ્થાનિક પોલીસ કર્મચારીને સોંપવામાં આવેલ છે
યુવાનને માર માર્યો
મોરબીમાં સિવિલ હોસ્પિટલ સામેના ભાગમાં અજીતભાઈ નોઘાભાઈ ગઢવી (૩૫) રહે. કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળાને કોઈ અજાણ્યા માણસો દ્વારા માર મારવામાં આવતા ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી
