મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રાજપૂત સમાજની બદનામી થાય તે માટે અમુક હિતશત્રુઓની તૈયાર, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા પ્રમુખની અપીલ


SHARE













મોરબી જિલ્લામાં રાજપૂત સમાજની બદનામી થાય તે માટે અમુક હિતશત્રુઓની તૈયાર, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા પ્રમુખની અપીલ

હાલમાં મોરબી સહિત ગુજરાત અને ભારતમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવે છે તેને લઈને મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા સમાજને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટેની આપીલ કરવામાં આવેલ છે અને જે પત્ર લખવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, આંદોલનમાં અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય તેવી શ્કાયતા છે જેથી મોરબી જિલ્લા રાજપૂત સમાજના કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં ન લેવા અને આચારસંહિતાનો ભંગ ન કરવા માટે સમાજના પ્રમુખ અને મહામંત્રીએ અપીલ કરી છે.

મોરબી જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ એક પત્ર હાલમાં સોશિયલ મીડિયામાં મુકેલ છે જેમાં જણાવ્યું છે કે, અત્યાર સુધી લોકશાહીની ઢબે ચાલી રહેલા ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ ડહોળવાના પ્રયાસ થાય તેવા રસ્તે લઈ જવાની ભીતિ છે. આગામી લોકસભા ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઈપણ રીતે રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની હિતશત્રુઓની તૈયારી હોવાનું જાણવા મળેલ છે. જેથી આવું કંઈ ન બને તે માટે રાજપૂત સમાજના લોકોએ તા ૭ ના રોજ ચૂંટણીનું મતદાન લક્ષ્યમાં રાખવાનું છે અને શિસ્તબદ્ધ રીતે રાજપૂત સમાજ દ્વારા મતદાન કરવામાં આવે તેવી આપીલ કરેલ છે અને સમાજના કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં ન લેવો તેમજ આચારસંહિતાનો ભંગ ન થાય તેના માટે કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે.








Latest News