મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા ૪૫ હજારની ચોરી: બે સામે ફરિયાદ


SHARE









મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા ૪૫ હજારની ચોરી: બે સામે ફરિયાદ

મોરબીમાં માળિયા ફાટક ચોકડીથી વીસીપરા સુધીના વિસ્તારમાં રિક્ષામાં બેસીને જઈ રહેલા વૃદ્ધના પેન્ટના ખીસ્સામાંથી રોકડા ૪૫,૦૦૦ રૂપિયાની સાથે મુસાફર તરીકે બેઠેલા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાના ચાલક અને રીક્ષામાં બેઠેલ અન્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના વાઘપર ગામે મનસુખભાઈ રાંકજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જામસિંહ મેથુસિંહ બાબરીયા જાતે આદિવાસી (૬૦) નામના વૃદ્ધ મોરબીમાં આવેલ માળિયા ફાટક ચોકડીથી સીએનજી રીક્ષામાં બેઠા હતા અને વીસી ફાટક સુધીના વિસ્તારમાં તેની સાથે રિક્ષામાં પાછળના ભાગે પેસેન્જર તરીકે બેઠેલા શખ્સ દ્વારા તેઓના જમણા ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા ૪૫,૦૦૦ ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા રીક્ષા ચાલક અને રિક્ષામાં મુસાફરની જેમ બેઠેલ વ્યક્તિની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એલ. ઝાલા ચલાવી રહ્યા છે

આધેડ મહિલા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હસીનાબેન કાસમભાઈ નામના ૪૭ વર્ષીય મહિલાને ઘર પાસેથી બાઈકમાં બેસીને કામ સબબ બહાર જતા સમયે ઘર પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસ મથકે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.




Latest News