મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

રાહુલ ગાંધીના નિવેદન સામે પ્રતિક્રિયા આપનારા વાંકાનેરના રાજવીએ રૂપાલાના નિવેદન સામે કેમ પ્રતિક્રિયા ન આપી ?: મોરબી રાજપૂત કરણી સેના


SHARE













રાહુલ ગાંધીના નિવેદન સામે પ્રતિક્રિયા આપનારા વાંકાનેરના રાજવીએ રૂપાલાના નિવેદન સામે કેમ પ્રતિક્રિયા ન આપી ?: મોરબી રાજપૂત કરણી સેના

હાલમાં જાણે કે લોકોના મુદાઓને ભૂલીને માત્ર ક્ષત્રિય સમાજને લક્ષ્યમાં રાખીને ચૂંટણી ચાલી રહી હોય તેમ એક પછી એક નિવેદન આવી રહ્યા છે તેવામાં રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષેજે નિવેદન આપેલ છે તેનેલાઈને વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવેલ હતી જો કે, પરસોતમભાઈ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતુ તેને લઈને કોઈ પ્રતિક્રિયા આપેલ ન હતી જેથી કરીને મોરબી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષએ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદને તેઓ પક્ષને ભલે મહાન ગણતા હોય પરંતુ પક્ષ પછી અને પહેલા સમાજ હોવો જોઈએ તેવી ટકોર કરી હતી અને આખો ક્ષત્રિય સમાજ રૂપાલા સામે લડાઈ લડી રહ્યો છે તે લડાઈમાં ન જોડાવ તો કઈ નહીં પરંતુ ક્ષાત્રવટ ધર્મ નિભાવવાને બદલે સમાજની હિંમત તોડવાનું કામ ન કરો કહ્યું છે

રાહુલ ગાંધીના રાજા-રજવાડા વિષે જે નિવેદન આપેલ છે તેને લઈને વાંકાનેરના મહારાજા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ તુરત જ પ્રતિક્રિયા આપેલ છે જેથી કરીને રાજવી કેસરીદેવસિંહ ઝાલાના નિવેદનને લઈને મોરબી રાજપૂત કરણી સેના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ કહ્યું હતું કે, હાલમાં કેસરીદેવસિંહે પ્રતિક્રિયા આપી તેની સામે કોઈ વાંધો ન હોય, કોઈએ ભૂલ કરી હોય તો પ્રતિક્રિયા આપવી જ જોઈએ પરંતુ કેસરીદેવસિંહ આપ રાજવી છો, સ્ટેટ છો, આપણે એ ન ભૂલવું જોઈએ કે, આપણે ક્ષત્રિય છીએ, આપણી બહેન દીકરીઓ ઉપર વાત આવી અને આજે આપણી બહેન દીકરીઓ અને સમાજ એક મહિનાથી રસ્તા ઉપર છે ત્યારે પરસોતમ રૂપાલાએ બકવાસ કર્યો ત્યારે તમે કેમ નિવેદન ન આપ્યું ? વધુમાં તેમને ઉમેર્યું કે, પક્ષ મજબૂત હોવો જોઈએ પક્ષની સાથે રહેવું જોઈએ પણ સમાજથી મોટો પક્ષ ન હોવો જોઈએ. પરસોતમ રૂપાલા વિષે જાહેરમાં આવીને બે શબ્દ પણ આપ નથી બોલ્યા ? મારે આપને વધારે કઈ ન કહેવાય, આપ મોભી છો, મરાથી વડીલ છો અને આપ એક રાજવી છો, મારે આપને કોઈ સલાહ ન દેવાની હોય.  હું આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે, ક્ષાત્રવટ ધર્મ પહેલા હોવો જોઈએ, પક્ષ બાજુમાં હોવો જોઈએ. અને અંતમાં કેસરિદેવસિંહને વિનંતી કરી હતી કે, ભલે આપ આ લડાઈમાં ન જોડાવ કોઈ વાંધો નહીં આપના માટે પક્ષ મહાન હશે પણ સાહેબ છેલ્લા એક મહિનાથી જે ભાઈઓ, બહેનો અને માતાઓ રસ્તા ઉપર આવી લડાઈ લડી રહ્યા છે તેમની હિંમત તોડવાનો પ્રયાસ ન કરો તેવું જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું.








Latest News