ગુનેગારોનું ઘર એટલે મોરબી..? : મુંબઈના દુષ્કર્મનો આરોપી મોરબીથી પકડાયો
SHARE
ગુનેગારોનું ઘર એટલે મોરબી..? : મુંબઈના દુષ્કર્મનો આરોપી મોરબીથી પકડાયો
મુંબઈ ખાતે નોંધાયેલ દુષ્કર્મના ગુનાનો આરોપી મોરબી હોવાની મળેલ બાતમીના આધારે મુંબઈ પોલીસ મોરબી આવી હતી અને અહીં સ્થાનિક પોલીસને સાથે રાખીને તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ ફરિયાદના ગુનામાં આરોપીને મોરબીથી હસ્તગત કરવામાં આવ્યો હતો અને તપાસના કામે સાથે લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મુંબઈના સુદર્શનનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ દુષ્કર્મના ગુનાની તપાસ માટે ત્યાંના પીએસઆઇ ભાનકર તેઓને મળેલ બાતમીને આધારે સ્ટાફ સાથે મોરબી આવ્યા હતા અને અહીં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી.ત્યારે મોરબી ખાતેથી તેઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગુનાનો આરોપી બિલાલ લિયાકતશા અલીસ બિલાલ ખાન (ઉમર ૨૧) રહે ફીના કોલોની નઈ બસ્તી ચાંદપુર બીજનોર ઉત્તરપ્રદેશ વાળાને મોરબી ખાતેથી હસ્તગત કરાયો હતો અને તપાસના કામે તેને હાલ મુંબઈ લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રએ જણાવેલ છે.
ભડીયાદ ગામે મારામારી
મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ ગામે ભડીયાદ કાંટાની પાસે રહેતા મહેશભાઈ રસિકભાઈ રાઠોડ નામના ૪૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી અહિંની સિવિલ હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.ગત તા.૨૬-૪ ના સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ભડિયાદ કાંટા પાસે થયેલ મારામારીના બનાવમાં તેને ઈજાઓ થતા સિવિલે ખસેડાયો હતો.જેથી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બનાવની રાબેતા મુજબની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મારામારીનો બીજો બનાવ મોરબીના વીસીપરામાં મસ્જિદ નજીક રહેતા પરિવારમાં બન્યો હતો.જેમાં પતિ દ્વારા માર મારવામાં આવતા રેખાબેન રાજુભાઈ સોલંકી નામની ૨૦ વર્ષીય મહિલાને સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલએ લાવવામાં આવી હતી તેમ બી ડિવિઝન પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.આ કેસની આગળની તપાસ સ્ટાફના અશોકભાઈ સારદીયા ચલાવી રહ્યા છે.
બેલા ગામે મારામારી
મોરબી તાલુકાના બેલા ગામે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલા સગાસીયા સીરામીક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા આશાબેન મહેશભાઈ પરમાર નામના ૨૮ વર્ષીય મહિલાને તેના લેબર કવાટર નજીક તા.૨૭ ના મોડી રાતના એકાદ વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવેલી હોવાથી તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર મનીષભાઈ બારૈયા દ્વારા મારામારીના આ કેસની આગળની તપાસ કરવામાં આવી હતી.
નીચી માંડલ ગામે મારામારી
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા મોરબી તાલુકાના નીચી માંડલ ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં તાલુકા પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉદયભાઇ હનુભાઈ ગોહિલ નામના ૪૫ વર્ષના યુવાનને તા.૨૮ ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજાઓ થતા ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજાએ મારામારીના બનાવની તપાસ કરી હતી.
સગીર સારવારમાં
મોરબી તાલુકાના જેતપર ગામે રહેતો શુભમ નરેશભાઈ અમૃતિયા નામનો ૧૫ વર્ષનો સગીર ગામમાંથી સાયકલ લઈને ખેતર તરફ જતો હતો ત્યારે રસ્તામાં સાયકલ સહિત પડી જતા ઇજા પામતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને આ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર જનકસિંહ પરમાર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.