મોરબી મનપાની ટીમે છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોર ઝડપાયા મોરબીના સિરામિક ઉદ્યોગને નવી ટેકનૉલોજિ અને દિશા આપશે ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026: હરેશભાઈ બોપલિયા મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા ૩૦ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે મોરબીની વાસ્મો કચેરીના યુનિટ મેનેજરનું ‘બેસ્ટ યુનિટ મેનેજર’ તરીકે રાજ્યકક્ષાએ કરાયું સન્માન મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં નવલખી બંદર સહિત ૮ ટાપુઓ ઉપર ૨૫ માર્ચ સુધી પ્રવેશબંધી મોરબીમાં રોડ સાઈડના દબાણ મુદે વિવિધ વેપારી સંગઠનો સાથે મહાપાલિકા મિટિંગ કરીને જરૂરી માહિતી-માર્ગદર્શન આપશે
Breaking news
Morbi Today

માળિયા (મી)માં થયેલ બેવડી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ: ૪ લાખનો દંડ 


SHARE











માળિયા (મી)માં થયેલ બેવડી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ: ૪ લાખનો દંડ 

માળિયા મિયાણાંના કોબા વાંઢ વિસ્તારમાં ખેતરના શેઢે ભેંસ ચરાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા કૌટુંબિક ભત્રીજાએ કાકી અને ભાઈને છરીના ઘા મારીને તે બંનેની હત્યા કરી નાખી હતી જે કેસ મોરબીની કોર્ટે ચાલી ગયો હતો જેમાં આરોપીને તકસીરવાન ઠેરવ્યો છે અને આ કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેના માટે સરકારી વકીલે દલીલ કરી હતી ત્યાર બાદ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને ૪ લાખનો દંડ કરેલ છે

હાલમાં સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ ૨૦૨૨ ના ૧૧ માં માહિનામાં માળીયા (મી)ના કોબા વાંઢ વિસ્તારમાં ઇશાભાઈ હબીબભાઇ મોવરના ખેતરમાં તેમનો જ કૌટુંબિક ભત્રીજો  આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવર શેઢા ઉપર ભેંસ ચરાવતો હતો ત્યારે ઇશાભાઈના દીકરા હબીબે તેને ત્યાં ભેંસ ચરાવવાની ના કહી હતી જેથી કરીને આરોપીએ ઝઘડો કર્યો હતો અને ત્યારે તેને હબીબને છરીના ઘા ઝીકી દીધા હતા અને ઇશાભાઈના પત્ની ઝરીનાબેન ત્યાં હાજર હોય તેઓ દોડીને આવતા તેને પણ આરોપીએ છરીના ઘા માર્યા હતા જેથી કરીને બન્નેને સારવારમાં ખસેડાયા હતા અને તે બંનેના મોત નીપજયાં હતા જેથી બેવડી હત્યામાં બનાવ પલટાયો હતો અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા ૧૯ મૌખિક અને ૪૬ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવરને તકસીરવાન ઠેરવ્યો છે અને આ બનાવને રેરેર ઓફ ધ રેર કેસ ગણી આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી હતી અને તેની સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા દલીલ કરવામાં આવી હતી ત્યાર બાદ કોર્ટે આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવરને આજીવન કેદની સજા કરેલ છે અને તેને ચાર લાખનો દંડ કરેલ છે જે રકમ ભોગ બનેલા પરિવારને કમ્પેસેશન તરીકે આપવાનો હુકમ કરેલ છે






Latest News