માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે બે દીકરાના લગ્ન ન થતાં હોવાથી ટેનશનમાં આવી ગયેલ વૃદ્ધાએ ન કરવાનું કરી નાખ્યું


SHARE















મોરબીના કોયલી ગામે બે દીકરાના લગ્ન ન થતાં હોવાથી ટેનશનમાં આવી ગયેલ વૃદ્ધાએ ન કરવાનું કરી નાખ્યું

મોરબી તાલુકાના કોયલી ગામે વાડીમાં વૃદ્ધાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મૃતક વૃદ્ધાના બે દીકરાના લગ્ન થતાં ન હોવાથી તેના ટેન્શનમાં આવી જતા તેને આ પગલું ભર્યું હોવાનું તેના પરિવારજનોએ જણાવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કોયલી ગામે લાખાભાઈ બોરીચાની વાડીએ રહેતા શાયરીબેન અમરશીભાઈ ભુરીયા (૬૪) નામના વૃદ્ધાએ ત્યાં વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને તેમની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક વૃદ્ધાને પાંચ સંતાન  છે અને તેના બે દીકરાના લગ્ન થતાં ન હોવાથી તેના ટેન્શનમાં આવી જતા તેમણે આ પગલું ભર્યું છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

યુવાન સારવારમાં

ટંકારાના ઘુનડા ગામે રહેતા પ્રવીણભાઈ રૂપાભાઈ બાવરવા (૨૬) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પહેલા જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે જો કે, બનાવ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ છે માટે ત્યાં જાણ કરી છે

ફિનાઇલ પી જતાં સારવારમાં

માળીયા મીયાણા ખાતે રહેતા હનીફભાઈ હારુનભાઈ મોવર (૨૬) નામનો યુવાન તેના ઘર પાસે હતો ત્યારે ઘર નજીકથી ફિનાઈલ પી ગયો હતો અને જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી પોલીસે ત્યાં આ બનાવની જાણ કરી છે






Latest News