મોરબીમાં ઘર પાસે બેઠેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનારા આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં ઘર પાસે બેઠેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનારા આરોપીની ધરપકડ
મોરબીના આલાપ રોડ ઉપર નવજીવન પાર્કના દરવાજા પાસે વૃદ્ધા પોતાના ઘર નજીક બેઠા હતા ત્યારે અજાણ્યો શખ્સ ત્યાં સરનામું પૂછવાના બહાને આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં વૃદ્ધાના ગળામાં પહેરેલ સોનાના ચેન ઝૂટવીને નાસી ગયો હતો જેથી કરીને સોનાના ચેનની ચીલઝડપ કરનાર અજાણ્ય શખ્સની સામે હાલમાં ભોગ બનેલા વૃદ્ધા દ્વારા એક લાખ રૂપિયાની કિંમતના ચેનની ચોરી કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે રાજકોટના રીઢા ગુનેગારની ધરપકડ કરેલ છે અને ચોરી કરેલ સોનાનો ચેન તેમજ ગુનામાં વાપરેલાં બાઇકને પોલીસે કબજે કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આલાપ રોડ ઉપર નવજીવન પાર્કમાં રહેતા મંજુલાબેન કાંતિભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૦)એ અજાણ્યા બાઇક ચાલક સામે સોનાના ચેનની ચીલઝડપની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તથા તેમની પાડોશમાં રહેતા મહિલા શેરીમાં તેઓના ઘર પાસે નવજીવન પાર્કમાં બેઠા હતા ત્યારે અજાણ્યો શખ્સ ત્યાં પોતાનું મોટરસાયકલ થોડે દૂર પાર્ક કરીને ફરિયાદી પાસે સરનામું પૂછવાના બહાને આવ્યો હતો અને ત્યારે ફરિયાદીની સાથે બેઠેલ મહિલા પાર્કિંગમાં અંદરના ભાગે કામ હોવાથી ત્યાં ગયા હોય વૃદ્ધા એકલા બેઠેલ હોવાથી આરોપીએ ગણતરીની મિનિટોમાં તેના ગળામાં પહેરેલ સોનાના ૧૬ ગ્રામ વજનના ચેનને ઝૂંટવી લીધો હતો અને ચીલઝડપ કરીને આ શખ્સ નાસી ગયો હતો જેથી એક લાખ રૂપિયાની કિંમતના સોનાના ચેનની ચીલઝડપ થઈ હોવા અંગેની ભોગ બનેલા વૃદ્ધા દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ આરોપીને પકડવા માટે તપાસ કરી રહી હતી
તેવામાં જુદાજુદા જિલ્લામાંથી માહીતી એકત્રીત કરવામાં આવી હતી અને વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા ત્યારે નંબર વગરના બાઇકની માહીતી સામે આવી હતી જેથી કરીને એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના રાજદિપસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ વાઘડીયા, સિધ્ધરાજસિંહ જાડેજા અને એલસીબી ના સુરેશભાઇ હુંબલ, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઈ કુગશીયાને ખાનગીરાહે હકિકત મળેલ હતી કે આ ગુનો આચરનાર અજય માનસીંગભાઈ કોળી રહે. રાજકોટ વાળો હાલે મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે બાઇક લઈને ઉભેલ છે જેથી તને એલસીબી કચેરીએ લાવીને પૂછપરછ કરી હતી ત્યારે તેને ચીલઝડપ કરી હોવાની કબૂલાત આપી હતી જેથી કરીને પોલીસે ગુનામાં વપરાયેલ મોટર સાયકલ તથા ચોરી કરેલ સોનાના ચેન સહિત કુલ ૧,૨૦,૦૦૦ નો મુદામાલ કબજે કરીને આરોપી અજય માનસીંગભાઇ પરસોંડા જાતે કોળી (૨૭) રહે. રાધે ડેરી, વાળી શેરી ઇન્ડીયન આવાસના કવાટર્સમાં રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે આ શખ્સની સામે જામનગર અને રાજકોટમાં ચોરી સહિતના જુદાજુદા આઠ ગુના નોંધાયેલ છે