મોરબીના મારામારીના ગુનામાં ફરાર આરોપી ૧૩ વર્ષે ઝડપાયો
SHARE
મોરબીના મારામારીના ગુનામાં ફરાર આરોપી ૧૩ વર્ષે ઝડપાયો
મોરબી સીટી એ ડીવીઝીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનામાં પડાયેલ આરોપીને જેલમાંથી પેરોલ લઈને ફરાર થઈ ગયો હતો જેને પકડવાનો બાકી હતો જેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા મૂળ રાજસ્થાનના આરોપી રામનિવાસ શિવરામને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી લીધેલ છે વધુમાં મળી રહેલ માહિતી મુજબ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડના વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને મળેલ બાતમીને આધારે પેરોલ ઉપર છૂટ્યા બાદ આરોપી રામનિવાસ શિવરામ લોલ જાતે બિશ્નોઈ (૩૬) ફરાર થઈ ગયો હતો જે આરોપીને રફાળેશ્વર જે.ટી.સી. રોડ લાયન્સ ખાતેથી ઝડપી લીધેલ છે અને આરોપીને મોરબી એ ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે









