મોરબીના લખધીરપુરથી પાનેલીને જોડતો રસ્તો-વરસાદી પાણીના વોકળા ખોલવા રજૂઆત
SHARE
મોરબીના લખધીરપુરથી પાનેલીને જોડતો રસ્તો-વરસાદી પાણીના વોકળા ખોલવા રજૂઆત
મોરબી તાલુકના લખધીરપુરથી પાનેલી ગામ તરફ જવાનો રસ્તો હતો તેને બંધ કરવામાં આવેલ છે જેથી કરીને આ રસ્તાને ખુલ્લો કરવા તેમજ જીઆઇડીસી દ્વારા બંધ કરવામાં આવેલા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવાની ગ્રામ પંચાયત દ્વારા મોરબી તાલુકા મામલતદારને રજૂઆત કરાઇ છે
મોરબી તાલુકાનાં પાનેલી ગામ પાસે નવી ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઇડીસી) મંજૂર કરવામાં આવેલ છે તેનો વિરોધ કરવામાં આવે છે તો પણ જીઆઇડીસીનુ કામ રોકવામાં આવ્યું નથી અને હાલમાં લખધીરપુર ગામથી પાનેલી જતો સર્વે નં. ૧૪૦ પૈકીમાંથી નીકળતો રાતો જીઆઇડીસી દ્વારા બંધ કરવામાં આવ્યો છે. અને જાંબુડીયા સર્વે. નં. ૧૪૬ ના વિસ્તારમાંથી જે પાણી પાનેલી તળાવમાં આવે છે તેને પણ બંધ કરવામાં આવેલ છે જેથી કરીને રસ્તો ખોલવામાં આવે તેમજ વરસાદી પાણીના વોકળા ખોલવામાં આવે તેના માટે ગ્રામ પંચાયત દ્વારા મોરબી તાલુકા મામલતદારને રજૂઆત કરવામાં આવેલ છે