મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલન યોજાયું
SHARE
મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલન યોજાયું
મોરબી તાલુકાના બેલા (રં.) ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માતાજી તથા સુરાપુરાદાદાના મંદિરે ધ્વજારોહણ તેમજ રાસ ગરબા પણ રાખવામા આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો હાજર રહ્યા હતા જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, બેલા (રં.) ગામે ચારોલા પરિવારનું સ્નેહ મિલન રાખવામા આવ્યું હતું ત્યારે સાંજે ૪ કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ૬:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદ અને રાતે ૮:૩૦ કલાકે રાસ ગરબા રાખવામા આવ્યા હતા અને ચારોલા પરીવારનું ગત તા.૨૬-૫ ના રોજ સ્નહે મિલન યોજાયુ હતું. જેમાં આગેવાનો દ્રારા સમાજ-પરીવારમાં મોબાઈલનુ દૂષણ અને મોબાઇલ તેમજ ટીવીની બાળકો ઉપર થતી અસર વિષય ઉપર વકતવ્યો આપવામાં આવ્યા હતા. તેમજ સમુહ રાસ ગરબા તથા સ્નહે મિલન કાર્યક્રમથી પરિવારને થતા ફાયદા જેવા મુદદાઓ ઉપર પરિવારના અગ્રણીઓના પ્રવચન યોજાયા હતા.









