મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ  મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
Breaking news
Morbi Today

આને કહેવાય રામભરોસે !: મોરબી પાલિકાના ફાયર વિભાગ ૧૪ હોસ્પિટલ ચેક કરી તેમાં ૯ પાસે નથી બીયું-ફાયર એનઓસી


SHARE











આને કહેવાય રામભરોસે !: મોરબી પાલિકાના ફાયર વિભાગ ૧૪ હોસ્પિટલ ચેક કરી તેમાં ૯ પાસે નથી બીયું-ફાયર એનઓસી

થોડા દિવસો પહેલા રાજકોટમાં ગેમ ઝોનમાં આગા લાગી હતી જેમાં નિર્દોષ વ્યક્તિઓના મોત નિપજ્યાં છે ત્યાર બાદ તંત્ર જાગ્યું હોય તેમ જુદાજુદ જુદાજુદા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટરના આદેશ પછી મોરબી જીલ્લામાં પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને મોરબી પાલિકા દ્વારા બુધવારે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે એક સાથે ૧૪ હોસ્પિટલમાંથી ૯ હોસ્પિટલોને હાલમાં પાલિકા દ્વારા નોટિસો આપવામાં આવેલ છે કેમ કે, તે હોસ્પિટલો પાસે બિલ્ડીંગ યુઝ પરમીશન (બીયુ) કે પછી ફાયસની એનઓસી નથી જેથી કરીને તેઓને બે દિવસો સમય આપવામાં આવ્યો છે ત્યાર બાદ સરકારની સૂચના મુજબ પાલિકા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે

જેમ સીએમ કે પીએમ આવવાના હોય છે ત્યારે તંત્ર દોડતું હોય છે તેવી જ રીતે રાજ્યના કોઈપણ જીલ્લામાં કોઈ દુર્ઘટના બને પછી સમગ્ર તંત્ર દોડતું થઈ જાય છે અને ચેકિંગ, નોટિસ, સીલ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે જો કે, મામલો થાળે પડી જાય પછી બધા જ બધુ ભૂલી જાય છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી તાજેતરમાં રાજકોટમાં ગેમ ઝોનમાં આગા લાગી હતી જેને લઈને સરકાર અને સરકારી બાબુઓ દોડતા થઈ ગાય છે ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબીમાં પાલિકા ફાયર વિભાગની ટીમો બનાવીને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર જાણે કે રામભરોસે હોય તેવો ઘાટ પહેલા જ દિવસે સામે આવેલ છે

હાલમાં મોરબી સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, કલેક્ટર દ્વારા ફાયર સેફ્ટી સહિતની બાબતોનું ચેકિંગ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે જેથી કરીને ફાયરની જુદીજુદી ત્રણ ટીમો બનાવીને મોરબી શહેરમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ફાયર એનઓસી તેમજ બિલ્ડીંગ યુઝ પરમિશન મામલે સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ જુદીજુદી હોસ્પિટલમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ઘણી ચોંકાવનારી માહિતી સામે આવેલ છે જેમાં કેટલીક હોસ્પિટલોમાં ફાયર સિસ્ટમ કે ફાયરના કોઈ સાધન ન હોવાનું સામે આવ્યું છે જયારે અમુક હોસ્પિટલો પાસે બિલ્ડીંગ યુઝ પરમિશન ન હોવાની માહિતી સામે આવી છે જેથી પાલિકાએ હાલમાં બેદરકાર હોસ્પિટલ સંચાલકોને નોટિસ આપેલ છે

વધુમાં મળી રહેલા માહિતી મુજબ બુધવારે જુદીજુદી કુલ મળીને ૧૪ હોસ્પિટલ ચેક કરી હતી જેમાં ૯ હોસ્પિટલોને હાલમાં પાલિકા દ્વારા નોટિસો આપવામાં આવેલ છે કેમ કે, તે હોસ્પિટલો પાસે બિલ્ડીંગ યુઝ પરમીશન (બીયુ) કે પછી ફાયસની એનઓસી નથી જેથી કરીને તેઓને બે દિવસો સમય આપવામાં આવ્યો છે ત્યાર બાદ સરકારની સૂચના મુજબ પાલિકા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે આટલું જ નહીં ફાયરની ટીમે આગ લાગવાના સમયે ફાયરને કાબુમાં લેવા કેવા કેવા પ્રકારની વ્યવસ્થા રાખવી જોઈએ, ઇમરજન્સ માટે શું ? વિગેરે જેવી બાબતોની માહિતી અને માર્ગદર્શન પણ હોસ્પિટલના સ્ટાફને આપેલ હતું અને આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ જ રાખવામા આવશે






Latest News