મોરબી જીલ્લામાં અધિકારીઓની બેદરકારીના લીધે શ્રમિકો સીલીકોસીસની ગંભીર બીમારી ભોગ બન્યા: સંઘ
SHARE
મોરબી જીલ્લામાં અધિકારીઓની બેદરકારીના લીધે શ્રમિકો સીલીકોસીસની ગંભીર બીમારી ભોગ બન્યા: સંઘ
મોરબી જીલ્લામાં સીલીકોસીસ પીડીત સંધ દ્વારા મોરબી જિલ્લાના મદદનીશ નીયામક ઔધ્યોગીક સલામતી અને આરોગ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફેક્ટરી એક્ટ કાયદાનું યોગ્ય પાલન થાય તો જ મોરબી જીલ્લામાં સીલીકોસીસને રોકી શકાય તેમ છે
મોરબી સીલીકોસીસ પીડીત સંધ દ્વારા મોરબી જિલ્લાના મદદનીશ નીયામક, ઔધ્યોગીક સલામતી અને આરોગ્યને કાયદાનું પાલન કરવા બાબતે તા. ૨૭ ના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, હાલમાં મોરબીમાં ૫૫ થી વધુ સીલીકોસીસ દર્દીઓ છે પરંતુ કોઈ પાસે કારખાનામાં કામ કર્યો હોય એવો કોઈ પુરાવો નથી, આને કારણે વળતર દાવો કરી શકતા નથી જેથી કરીને આના માટે જવાબદાર કોણ ? માત્ર માલીકો કે કાયદાનું પાલન કરાવવાની જેમની જવાબદારી છે તેવા અધીકારી પણ ? તે સવાલ ઊભો થયેલ છે કેમ કે, મજૂરોની સુરક્ષા અને સલામતી માટે અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ તેનું પાલન કરાવવાની જેની જવાબદારી હોય છે તે કામ કરતાં નથી જેથી મજૂરોને સહન કરવું પડે છે મોરબીમાં જે ૫૫ દર્દી છે તેની પાસે કેમ કોઈ કારખાના દ્વારા આપેલ આઈ.ડી. કાર્ડ નથી ? તેની તપાસ કરવામાં આવે તો અધિકારીની પણ બેદરકારી સામે આવે તેમ છે
પીડીત સંઘના પ્રતીનીધી મહેશ મકવાણા સહિતનાઓએ દ્રુઢપણે જણાવ્યું હતું કે ફેક્ટરી એક્ટ કાયદાના યોગ્ય પાલન થયું હોત તો આજે અમે કાળમુખા સીલીકોસીસનો ભોગ ન બન્યા હોત. હાલમાં અધિકારી પાસેથી સીલીકોસીસ પીડીતો અગાઉ જે કારાખાનામાં કામ કરતાં ત્યાં કામ કર્યાના પુરાવા આપો, હાલ મોરબી જીલ્લાના દરેક કારખાનામાં કામ કરતાં તમામ કામદારોને આઈ.ડી. કાર્ડ અપાવો, કામદારોના આરોગ્યના રક્ષણ માટે અનેક જોગવાઈઑ છે તેનું પાલન કરાવો, ફેક્ટરી એક્ટ કલમ ૧૧૧ મુજબ તમામ કામદારોને સલામતી અને આરોગ્ય માટે તાલીમ આપો, અત્યાર સુધી જેને તાલીમ અપાઇ હોય તેના આંકડા જાહેર કરો, તમામ કામદારોની તબીબી તપાસ કરાવો, જે એકમોમાં સીલીકોસીસ પીડીત કામદારો મળ્યા તે એકમના લાઇસન્સ રદ કરો સહિતની માંગણી કરેલ છે અને ૩૦ દિવસમાં યોગ્ય પગલાં લઈને માહીતી આપવાની માંગ કરી છે