મોરબી જીલ્લામાં અધિકારીઓની બેદરકારીના લીધે શ્રમિકો સીલીકોસીસની ગંભીર બીમારી ભોગ બન્યા: સંઘ
મોરબીમાં માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા કોંગ્રેસની માંગ
SHARE
મોરબીમાં માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા કોંગ્રેસની માંગ
મોરબીના માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી, ઉમિયાનગર જેવા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે જેથી પાણી પ્રાથમિક સુવિધામાં આવતું હોવાથી ત્યાં રહેતા લોકોને પણ સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી આપવાની ચીફ ઓફિસરને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા ચીફ ઓફીસરને જે રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નજરબાગ પાસે આવેલ ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણી લઈને મોરબીના માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી, ઉમિયાનગર જેવા વિસ્તારો પાણી આપવામાં આવે છે જો કે, તંત્રની બેદરકારીના કારણે પાણીની સુવિધા સારી નથી અને પાણી સમયસર અને પૂરત પ્રમાણમાં આવતું નથી. જેથી આ વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈન નાખી કનેક્શનો આપવામાં આવેલ છે. જો કે, વાલ્વનો પશ્ન મુખ્ય હોય લોકોને પાણી મળતુ નથી. જેના કારણે પાણી માટે હેરાન છે ત્યારે નજરબાગ સંપથી આ વિસ્તારની પાઈપ લાઈન મારફતે પાણી મળે તેની વ્યવસ્થા કરવાની માંગ કરી છે અને આ રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક પાણીનો પશ્ન હલ કરવામાં નહીં આવે તો ના છુટકે જનઆંદોલન કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે