મોરબી તાલુકા શાળા ખાતે પાલિકાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો
મોરબીના લોહાણપરા વિસ્તારમાં ગંદકી સહિતના પ્રશ્નોને ઉકેલવા વિકાસકામોનું કરાયું ખાતમુહૂર્ત
SHARE









મોરબીના લોહાણપરા વિસ્તારમાં ગંદકી સહિતના પ્રશ્નોને ઉકેલવા વિકાસકામોનું કરાયું ખાતમુહૂર્ત
મોરબી શાકમાર્કેટનાં પાછળના વિસ્તારમાં ગટરના પાણીનો ભરાવો થવાનો વર્ષોથી પ્રશ્ન હતો જો કે, પડતર પડેલો આ પ્રશ્ન ઉકેલતો ન હતો તે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં પાલિકાની વર્તમાન બોડી દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને જુના નાળાઓ સાફ કરવા, સમારકામ તથા નવી ભૂગર્ભ પાઇપલાઇન નાખવાંની કામગીરીનું પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમારની હાજરીમાં ખાતમુહૂર્ત કરેલ છે. આ તકે ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, ચેરમેન દેવાભાઈ અવાડિયા, પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઇ જારીયા, ચેરમેન ભાવિકભાઈ જારીયા,ચેરમેન ભાનુબેન નગવાડિયા, ચેરમેન જસવંતિબેન સોનગરા, ચેરમેન આશીફભાઈ ઘાંચી, ચેરમેન મમતાબેન ધીરેનભાઈ ઠકાર, સદસ્ય પુષ્પાબેન જયસુખભાઈ સોનગરા, ભગવનજીભાઈ કંજારીયા, નિર્મળાબેન મોરાજીભાઈ કંજારીયા, અનોપસિંહ જાડેજા, કે.કે. પરમાર અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા હાજર રહ્યા હતા અને આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓને કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી ખોદકામને કારણે બને તેટલી ઓછી હાલાકી ભોગવવી પડે તે બાબતનું ધ્યાન રાખવામા આવશે અને વહેલી તકે લોકોનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાઈ જશે અને લોકોની સુખાકારી વધશે તેવુ પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમારએ જણાવ્યુ છે
