મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન પાસે ફટાકડાનો સ્ટોલ કરનારા વેપારી યુવાનને ચાર શખ્સોએ માર માર્યો


SHARE













મોરબીના રેલ્વે સ્ટેશન પાસે ફટાકડાનો સ્ટોલ કરનારા વેપારી યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

 મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર યુવાને પોતાની દુકાન પાસે ફટાકડાનો સ્ટોલ કર્યો હતો જે બાબતનો ખાર રાખીને ચાર શ્ખ્સોએ માર મરટ્યો હતો જેથી કરીને યુવાનને  સારવાર માટે મોરબી સિવિલે લઈ ગયા હતા અને યુવાને હાલમાં મોરબી આ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીની રેલ્વે કોલોનીમાં રહેતા દીપ પંડ્યાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ  છે કે, તેની રેલ્વે સ્ટેશન રોડ પર ભૂદેવ પાન નામે દુકાન આવેલ છે અને તેને પોતાની દુકાન પાસે ફટાકડાનો સ્ટોલ ગોઠવેલ હતો ત્યારે દેવીસિંહ સંગ્રામસિંહ જાડેજા રહે. અંબિકા રોડ વાળાએ ત્યાં આવીને “શું કામ ફટાકડાનો સ્ટોલ ગોઠવેલ છે” કહીને ગાળો આપી હતી અને બાદમાં દીપ પંડ્યા અને તેના કાકાને દેવીસિંહ અને અનોપસિંહ જોરૂભા જાડેજા રહે. અંબિકા રોડ મોરબી તેમજ પ્રવીણસિંહ અને તેના દીકરા રહે. બંને ખાખરાળા વાળાએ માર માર્યો હતો અને આજે તો બચી ગયો છો હવે પછી દુકાન પાસે ફટાકડાનો સ્ટોલ રાખીશ તો જાનથી મારી નાખશું કહીને ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવી સી હે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News