મોરબીના રેલ્વે સ્ટેશન પાસે ફટાકડાનો સ્ટોલ કરનારા વેપારી યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
મોરબીના રેલ્વે સ્ટેશન પાસે ફટાકડાનો સ્ટોલ બાબતે થયેલ મારા મારીમાં વળતી ફરિયાદ નોંધાઈ
SHARE









મોરબીના રેલ્વે સ્ટેશન પાસે ફટાકડાનો સ્ટોલ બાબતે થયેલ મારા મારીમાં વળતી ફરિયાદ નોંધાઈ
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર યુવાને પોતાની દુકાન પાસે ફટાકડાનો સ્ટોલ કર્યો હતો જે કેબિનને નડતર રૂપ હોવાથી તેને સાઇડમાં કરવા માટે કહ્યું હતું જે સારું નહિ લગતા યુવાન અને તેના કાકાએ વૃધ્ધને માર માર્યો હતો જેથી ભોગ બનેલા વૃદ્ધધે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વળતી ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
તો સમાપક્ષેથી મોરબીના અંબીકા રોડ ઉપર માધાપરના ઝાપા પાસે રહેતા અનોપસિહ જોરૂભા જાડેજા (ઉ. ૭૧)એ દિપાભાઇ તથા તેના કાકા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેના જણાવ્યુ છે કે, મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આરોપી દીપકની ભુદવ પાન નામની દુકાન આવેલ છે અને તેને ફરિયાદીની કેબીનને નડતરરૂપ થાય તે રીતે ફટાકડાના ટેબલ ગોઠવેલ હતા જેથી તે ટેબલ સાઇડમાં રાખવાનું કહ્યું હતું જે આરોપીઓને નહી ગમતા ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ફરિયાદીને ગાળો બોલી છાતીને ભાગે મુંઢ માર મારી તેમજ પાઇપ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે હાલમાં આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
