મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ગોરખધંધા: મોરબીમાં પેટ્રોલપંપના ખોટા સમાચાર-અરજી કરીને સમાધાન માટે 50,000 રૂપિયાની માંગણી કરનાર ત્રણ સગા પત્રકાર ભાઈઓની સામે ફરિયાદ   


SHARE





























ગોરખધંધા: મોરબીમાં પેટ્રોલપંપના ખોટા સમાચાર-અરજી કરીને સમાધાન માટે 50,000 રૂપિયાની માંગણી કરનાર ત્રણ સગા પત્રકાર ભાઈઓની સામે ફરિયાદ   

મોરબીમાં પેટ્રોલપંપ ધારકને વેચાંતું પ્રેસ કાર્ડ આપીને તેને રિન્યૂ કરાવી લેવા માટે થઈને પત્રકાર દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને તે પ્રેસ કાર્ડને રિન્યૂ કરાવવાની ના પાડતાં પેટ્રોલપંપ ધારકને બદનામ કરવા માટે આ પત્રકાર બંધુઓએ પંપનો વિડીયો બનાવેલ હતો અને પોલીસમાં અરજી કરી હતી આમ પેટ્રોલપંપ અને તેના ધારકને બદનામ કરવા માટે ખોટા આક્ષેપો સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો અને તે વિડિયોને ડિલીટ કરવા માટે તેમજ સમાધાન કરવા માટે પેટ્રોલપંપના ધારક પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.જેથી કરીને પોલીસે હાલમાં ભોગ બનેલા પેટ્રોલપંપ ધારકની ફરિયાદ લઈને વિડીયો ડિલીટ કરીને સમાધાન માટે 50,000 રૂપિયાની માંગણી કરનારા ત્રણ સગા ભાઈ કે જે પત્રકાર છે તેની સામે ગુનો નોંધીને તેઓને પકડવા માટે પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર રોડ ઉપર સર્કીટ હાઉસ પાસે આવેલ શીવમ પાર્ક સોસાયટીમાં માધવ હોલની બાજુમા રહેતા કૃષીતભાઇ મંગળજીભાઈ સુવાગીયા પટેલ (30) એ હાલમાં મોરબી બી ડિવિઝન ખાતે ત્રણ સગા પત્રકાર ભાઈ જયદેવ બુધ્ધભટ્ટી, મયુર બુધ્ધભટ્ટી અને રાધેશ બુધ્ધભટ્ટી રહે. બધા મોરબી વાળની સામે બી.એન.એસ. કલમ- ૩૦૮(૨)૩૫૨૫૪મુજબ ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો મોરબીની ત્રાજપર ચોકડી પાસે નાયરા કંપનીનો પેટ્રોલ પંપ આવેલ છે અને વર્ષ 2013 ની સાલમાં ફરિયાદી તેના પેટ્રોલપંપ ખાતે હાજર હતા ત્યારે પેટ્રોલપંપની ઓફીસમાં એક ભાઇ આવેલ અને પોતાનો પરિચય દિવ્ય દ્રસ્ટી મીડીયા ગૃપના પત્રકાર તરીકે આપેલ હતી અને તેણે પોતાનું નામ રાધેશ બુધ્ધભટ્ટી હોવાનું જણાવ્યુ હતું. અને ત્યાર બાદ રાધેશ બુધ્ધભટ્ટીએ કહ્યું હતું કે, તમે પેટ્રોલપંપના ધંધા સાથે જોડાયેલ છો, તો તમે પત્રકારના ફીલ્ડમા જોડાવ તો તમને બીજી કોઇ તકલીફ નહી થાય અને હું તમને અમારા દિવ્ય ટ્રસ્ટી મીડિયા ગ્રૂપનું આઈ.કાર્ડ આપીશ

ત્યાર બાદ ફરિયાદીએ આ શખ્સને પૂછયું કે આના ફાયદા શું છે ? તો રાધેશ બુધ્ધભટ્ટીએ કહ્યું હતું કે, તમને તમારા ધંધામાં લાભ થશે, ટોલટેક્સ પણ તમારા વાહનોને આપવાનો રહેશે નહી આવી બધી વાતચિત કરીને "દિવ્ય દ્રસ્ટી મીડીયા" ગ્રુપનું આઈ કાર્ડ આપ્યું હતું અને તેના બદલામાં ફરિયાદી પાસેથી 4000 રૂપિયા લીધેલ હતા ત્યાર પછી વર્ષ 2014 માં આઈ કાર્ડ રીન્યુ કરાવવાના 3000 રૂપીયા લીધા હતા. જો કે, કોઈ આઈ કાર્ડ આપેલ ન હતુ. અને ફરિયાદી મીડીયામાં કોઈ કામ કરેલ ન હતુ છતાં પણ રાધેશ બુધ્ધભટ્ટી જયારે મળે ત્યારે ફરિયાદીને તુ અમારૂ દિવ્ય ટ્રસ્ટી મીડીયા ગ્રુપનું કાર્ડ રીન્યુ કરાવી લે તેવું કહેતો હતો અને તેના બદલામાં 3000 રૂપિયા આપવાનું કહેતો હતો. જો કે, તેને મીડિયા ફિલ્ડમાં કામ કરવું ન હતું જેથી કરીને કાર્ડ રીન્યુ નથી કરાવવું તેવું કહીને ફરિયાદી વાતને ટાળતો હતો. તેવામાં ગત જુલાઈ મહિનામાં ફરિયાદીને એવું કહ્યું હતું કે, જો તમે કાર્ડ રીન્યુ નહી કરાવો તો તમને તકલીફ પડશે જેથી ફરિયાદી કહ્યું હતું કે,  હું કાંઈ ખોટુ કરતો નથી જેથી તે શખ્સ ત્યાંથી જતો રહ્યો હતો.

ત્યાર બાદ તા. 5/8/2024 ના રોજ ફરિયાદી તેના પેટ્રોલ પંપ ઉપર હાજર હતા ત્યારે સાંજે સવા સાતેક વાગ્યાના સમયે પેટ્રોલ પંપ ઉપર એક ભાઈ એકટીવા લઇને પેટ્રોલ પુરાવા માટે આવેલ હતો અને પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારીને કહેલ કે ડીઝીટલ પેમેન્ટ થાય છે ત્યારે પંપના સ્ટાફે કહ્યું હતું કે, હા અમારે ત્યાં ડીઝીટલ પેમેન્ટ થાય છે ત્યાર બાદ એક્ટિવા લઈને આવેલ શખ્સે કહ્યું હતું કે તેનું નામ પત્રકાર જયદેવ બુધ્ધભટ્ટી છે તમારા પંપની અમારી પાસે ફરીયાદો આવે છે કે તમે ડીઝીટલ પેમેન્ટ સ્વીકારતા નથી તેવુ કહીને ખોટી બોલાચાલી કરી હતી અને સ્ટાફે બોલાવતા ફરિયાદી ત્યાં ગયેલ હતા અને કહ્યું હતું કે, બોલોને શુ તકલીફ છે ? ત્યારે આ પત્રકારે ફરિયાદીની સાથે બોલાચાલી કરી હતી અને તેનો મોબાઇલ કાઢીને પેટ્રોલ પંપનો વિડીયો બનાવેલ હતો અને હુ કોણ છુ તમે મને ઓળખો છો ? હું જયદેવ બુધ્ધભટ્ટી દિવ્યકાંતિ મીડીયા ગ્રુપનો પત્રકાર છુ તેવું કહ્યું હતું અને હવે જોવો તમારા પંપનુ શું થાય છે તેવુ કહીને પોતાનુ એકટીવા સાઇડમા ઉભુ રાખીને કોઈને ફોન કર્યો હતો. અને ગણતરીની મિનિટોમાં જયદેવ બુધભટ્ટી પાસે એક ભાઇ આવેલ અને પોતે પણ પત્રકાર હોવાનુ કહ્યું હતું અને તેનું નામ મયુર બુધ્ધભટ્ટી હોવાનું તેને જણાવ્યુ હતું અને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપેલ હતી. તેવામાં ત્યાં રાધેશ બુધ્ધભટ્ટી આવી ગયેલ હતો.

જેને ફરિયાદી જાણતા હતા જેથી કરીને આ ભાઈ ખોટા વિડીયો ઉતારી હેરાન કરે છે તેવી તેને વાત કરી હતી. ત્યારે રાધેશએ કહ્યું હતું કે, આ મારો ભાઈ છે હું તેમને સમજાવી દવુ છુ તે વિડીયો ડીલીટ કરી દેશે તમે અમારા મિડીયા ગ્રુપના સભ્ય બની જાવ અને તમારા કાર્ડ રીન્યુના આપી દો એટલે વાત પતે તેવું કહ્યું હતું જેથી ફરિયાદીએ ના પાડતા જયદેવએ કહ્યું હતું કે, હવે તમારા પંપની હાલત શું થાય છે તે તમે જોઈ લેજો તેવી ધમકી આપી હતી અને ત્યાર બાદ ત્રણેય જતા રહ્યા હતા. ત્યાર બાદ જયદેવ બુધ્ધભટ્ટીએ ફરિયાદીની સામે પોલીસમાં અરજી કરેલ હતી કે આ પેટ્રોલપંપ વાળા ડીઝીટલ પેમેન્ટ સ્વીકારતા નથી જેની તપાસ કરવા પોતે ગયેલ ત્યારે માથાકુટ કરેલ હોવાની અરજી કરેલ હતી અને બાદ પોતે વિડીયો અમારા પેટ્રોલ પંપ ઉપર બનાવેલ હતો તે વિડીયો ખોટી રીતના મોબાઇલમાં ફેસબુકઇન્સ્ટાગ્રામ વિગેરેમા મુકેલ હતો જેથી પોલીસે ફરિયાદીને બોલાવીને તેનું નિવેદન લીધેલ હતું. અને ફરિયાદીએ પોલીસને જરૂરી પુરાવા પણ આપેલ હતા.

આ ઘટના ક્રમ આટલેથી નહિ અટક્તા તા- 4/9/24 ના રોજ રાધેશ બુધ્ધભટ્ટી પેટ્રોલ પંપ ઉપર આવેલ હતો અને ફરિયાદીના પિતા મંગળજીભાઈ તથા તેના પાર્ટનર જગદિશભાઈ સાથે વાત કરતાં હતા ત્યારે ફરિયાદીના પિતાએ કહ્યું હતુ કે, તમારા ભાઈએ અમારા પંપના વિડીયો ડીલીટ કરેલ નથી તો રાધેશએ કહ્યું હતું કે, હા મારા ભાઇ જયદેવ બુધ્ધભટ્ટીએ અરજી કરેલ છે અને તમારે વિડીયો ડીલીટ કરાવવો હોય અને અરજીમા તમારે સમાધાન કરવું હોય તો તમારે અમને રૂપીયા 50,000 આપવા પડશે તેમ કહીને પૈસાની માંગણી કરેલ હતી. જો કે ફરિયાદીના પિતાએ પૈસા આપવાની ના પાડેલ હતી જેથી ત્રણેય સગા ભાઈ કે જે પોતે પત્રકાર હોવાનું કહે છે તે તમામે પેટ્રોલ પંપ ઉપર આવી ખોટી માથાકુટ કરી, ખરા-ખોટા વિડીયો બનાવી ફરિયાદીની વિરુદ્ધમાં ખોટી રીતે પોલીસમાં અરજીઓ કરી ફરિયાદી તેમજ તેના પેટ્રોલ પંપની શાખને નુકશાન કર્યું છે તેમજ આર્થિક નુકશાન કરવાની ધમકીઓ આપી ડરાવેલ હતા અને વિડીયો અગાઉ બનાવેલ તે વિડીયો ડીલીટ કરીને અરજી પાછી ખેંચવા બદલા ફરિયાદીના પિતા અને પાર્ટનર પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરી હતી અને બળજબરીથી રૂપિયા કઢાવવા માટે ફરિયાદીને હેરાન પરેશાન કરેલ અને અગાઉ પત્રકારના નામે ખોટી રીતે ફરિયાદી પાસેથી 3000 રૂપિયા પડાવ્યા હતા. જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ સગા ભાઈ જે પત્રકાર છે. તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીમાં વેંચાતા પ્રેસ કાર્ડ લેનારાઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે

મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રેસના કાર્ડ વેચવાનો ધંધો ફૂલ્યોફાયો છે અને એટલા જ માટે જો પ્રેસ કાર્ડ મોરબીમાં શોધવા જઈએ તો મોટા શહેરથી પણ વધુ પ્રેસ કાર્ડ મોરબી જેવા નાના શહેરમાંથી મળે તેમ છે.તેવામાં હાલમાં મોરબીમાં આડેધડ રૂપિયા લઈને પ્રેસ કાર્ડ આપવામાં આવ્યા હોવાનો કિસ્સો સામે આવેલ છે.જેની ફરિયાદ પણ નોંધાયેલ છે.જેથી કરીને આવા કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈએ પણ પ્રેસ કાર્ડ લીધેલા હોય તેઓ તેને પોલીસને આ અંગેની તાત્કાલિક જાણ કરવાની જરૂર છે કેમ કે પોલીસ દ્વારા આ બાબતે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ આવા વેચાંતા કાર્ડ લીધેલા શખ્સ પકડાશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શ્ક્યતા છે.જેથી કરીને હાલમાં જે ત્રણ શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે તેના દ્વારા કોઈપણ પ્રકારની લોભ લાલચ કે પછી રૂપિયા લઈને જો પ્રેસ કાર્ડ આપવામાં આવેલ હોય જેની પણ પાસે કાર્ડ છે તેને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ કે પછી એસપીનો સંપર્ક કરવો જોઈએ.નહીં તો આગામી સમયમાં આવા વેચાંતા કાર્ડ લેનારાઓની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યુ છે.
















Latest News