હળવદમાં દાબેલીની દુકાનેથી યુવાનના 20 હજારની કિંમતના મોબાઇલની ચોરી
વાંકાનેરના ઠીકરીયાળામાં ગરબીમાંથી બાઇક કાઢવાની ના પાડતાં યુવાનને ત્રણ શખ્સોએ છરી બતાવીને ઢીકાપાટુનો માર માર્યો
SHARE
વાંકાનેરના ઠીકરીયાળામાં ગરબીમાંથી બાઇક કાઢવાની ના પાડતાં યુવાનને ત્રણ શખ્સોએ છરી બતાવીને ઢીકાપાટુનો માર માર્યો
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે મંદિર પાસે ગરબીમાં બાળાઓ ગરબે રમતી હતી ત્યારે ત્યાંથી ત્રીપલ સવારી બાઈક લઈને અવારનવાર નીકળતા શખ્સને ગરબે રમતી બાળાઓના વર્તુળમાંથી બાઇક લઈને નીકળવાની યુવાને ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને ત્રણેય શખ્સો દ્વારા યુવાનને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને છરી બતાવીને ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે રહેતા અશ્વિનભાઈ ગેલાભાઈ માંડાણી (25)એ હાલમાં હર્ષદભાઈ રાજાભાઈ નાકિયા રહે. ઠીકરીયાળા દેવ ડાભી રહે. કુવાડવા અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઠીકરીયાળા ગામના રામજી મંદિર ચોકમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો હોય નાની દીકરીઓ ત્યાં ગરબે રમતી હતી દરમ્યાન ત્રણેય આરોપીઓ બાઈક નંબર જીજે 13 બીઇ 6248 લઈને રામજી મંદિર ખાતે ગરબીમાં આવી રાસ રમતી બાળાઓના વર્તુળમાંથી પસાર થતા હોય ફરિયાદી યુવાને આરોપીઓને ગરબીના વર્તુળમાંથી પસાર થવાનીના પાડી હતી જે બાબતનો ખાર રાખીને ત્રણેય આરોપીઓએ યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને દેવ ડાભીએ છરી બતાવી હતી અને ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.