નરેન્દ્રભાઈ મોદીએ લીધેલ નિર્ણયથી આજે મોરબીનો સિરામીક ઉદ્યોગ ચીનને હંફાવે છે: દુર્લભજીભાઈ દેથરીયા
વાંકાનેરમાં નવરાત્રી દરમ્યાન ધડોધડ વાહનો ડીટેઈન કરતી પોલીસ
SHARE
વાંકાનેરમાં નવરાત્રી દરમ્યાન ધડોધડ વાહનો ડીટેઈન કરતી પોલીસ
મોરબી જીલ્લામાં નવરાત્રી તહેવાર અનુસંધાને કડક પોલીસ બંદોબસ્ત રાખી કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આવારા, રોમીયોગીરી, સીનસપાટા કરતા તેમજ ભયનુ વાતારણ ઉભું કરતા અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં વાંકાનેરના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટીના પીઆઇ એચ.વી.ઘેલા તથા પીએસઆઈ ડી.વી.કાનાણી અને વી.કે. મહેશ્વરી સહિતના સ્ટાફ દ્વારા વાંકાનેર શહેરમાં નવાપરા, મીલપ્લોટ, જકાતનાકા તેમજ માર્કેટ ચોક વિગેરે જગ્યાએથી આવારા તત્વો તેમજ ત્રીપલ સવારીમાં રહેલ તેમજ વાહનના જરૂરી કાગળો વગરના કુલ-૧૦ મોટરસાઈકલ વાહનો ડીટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.