મોરબીમાં પોસ્ટ વિભાગના સ્ટાફ માટે યોજાયેલ રસોત્સવમાં ગરબા લીધા બાદ હાર્ટ અટેકથી પોસ્ટ મેનનું મોત
SHARE
મોરબીમાં પોસ્ટ વિભાગના સ્ટાફ માટે યોજાયેલ રસોત્સવમાં ગરબા લીધા બાદ હાર્ટ અટેકથી પોસ્ટ મેનનું મોત
મોરબી પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તેના પરિવાર માટે જસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં મોરબીની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેઓના પરિવારજનો સાથે હાજર રહ્યા હતા અને પોસ્ટ વિભાગના કર્મચારીઓ સહિતનાઓએ ગરબા લીધા બાદ જમણવારનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો દરમિયાન એક પોસ્ટમેનને હાર્ટ અટેકનો તીવ્ર હુમલો આવતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમિયા પેલેસ ખાતે રહેતા અને પોસ્ટ વિભાગમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રવજીભાઈ ઘુમલીયા જાતે પટેલ (49) પોસ્ટ ઓફિસ ખાતે રાસ ગરબાના કાર્યક્રમ આવ્યા હતા અને બાદ જમણવારમાં હાજર હતા દરમિયાન તેને હાર્ટ અટેકનો તીવ્ર હુમલો આવતા તેનું મોત નીપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ધનજીભાઈ રવજીભાઈ ઘુમલીયા જાતે પટેલ (54) રહે. તપોવન રેસીડેન્સી નીલકંઠ હાઇટ્સ ઉમિયા સર્કલ પાસે સનાળા રોડ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે પોસ્ટ ઓફિસના પટાંગણમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને તેઓના પરિવાર માટે એક દિવસ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાસ ગરબા બાદ જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. અને રાસ ગરબામાં મૃતક દિનેશભાઈ રવજીભાઈ ઘૂમલીયા સહિતના પોસ્ટ વિભાગના કર્મચારીઓને તેના પરિવારજનો સાથે રાસ ગરબા લીધા હતા ત્યાર બાદ જ્યારે જમણવારનો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે દિનેશભાઈ ઘુમલીયાને હાર્ટ અટેકનો હુમલો આવતા તેનું મોત નીપજયું હતું આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
આધેડનું મોત
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ઓમસાઈ કાંટોની ઓફિસમાં અશ્વિન ઉર્ફે અશોકભાઈ ગોવિંદભાઈ (55) નો મૃતદેહ મળી આવેલ હતો જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ હતી અને તાલુકા પોલીસ સ્ટેશનના વી.ડી. ખાચર સહિતની ટીમ ત્યાં પહોચી હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલે લાઇને આવ્યા હતા અને ત્યાં ડોકટરે અશ્વિનભાઈનું હાર્ટ અટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.