વાંકાનેર માર્કેટ યાર્ડમાં દલાલ એસો.નાં પ્રમુખ અલીભાઈ-ઉપપ્રમુખ અશ્ચિનભાઈ
મોરબી ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની ગરબીમાં વિવિધ રાસની રમઝટ બોલાવતી દીકરીઓ
SHARE
મોરબી ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની ગરબીમાં વિવિધ રાસની રમઝટ બોલાવતી દીકરીઓ
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબી ભારે જમાવટ કરી રહી છે. આ ગરબીમાં 260 દીકરીઓ અલગ અલગ ગ્રુપમાં વિવિધ રાસ રજૂ કરી રહી છે અને એકથી એક ચડિયાતા રાસ રજૂ કરવામાં આવી રહ્યા છે. અને ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં દીકરીઓએ તલવાર, અંગારા રાસ અને અઘોર નગારા રાસ તેમજ આશાપુરા માતાજીનું નાટક ભજવી માતાજીની આરાધના કરી હતી. આ પ્રાચીન ઢબથી રજૂ થયેલા પ્રખ્યાત રાસ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.