મોરબી ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની ગરબીમાં વિવિધ રાસની રમઝટ બોલાવતી દીકરીઓ
મોરબીના રાજપર ગામે એરપોર્ટનું કામ વહેલી તકે પૂરું કરીને વિમાનની ઉડાન શરૂ કરવાની માંગ
SHARE
મોરબીના રાજપર ગામે એરપોર્ટનું કામ વહેલી તકે પૂરું કરીને વિમાનની ઉડાન શરૂ કરવાની માંગ
મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવાની વાતો દિવસો કે મહિનાઓથી નહીં પરંતુ વર્ષોથી કરવામાં આવી રહી છે જો કે, કામ ઝડપથી આગળ વધી રહ્યું નથી ત્યારે મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ (RGPRS)ના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ આ બાબતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે જેમાં તાત્કાલિક એટપોર્ટ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.
હાલમાં કાન્તિલાલ ડી. બાવરવાએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, છેલ્લા કેટલાક વર્ષો થી મોરબીને એરપોર્ટ આપવાની લોલીપોપ આપવામાં આવે છે. દરેક ચુંટણી સમયે કઈકને કઈક કામનું ખાતમુહરત પણ કરવામાં આવે છે. પણ ચુંટણી પૂરી થઇ જતા જ કામો ઠપ થઇ જાય છે. આમ ફક્ત ચુંટણી આવે ત્યારે જ કામ યાદ કરવામાં આવે છે. અને મોરબીની પ્રજાને લોલીપોપ આપીને મુર્ખ બનાવવામાં આવે છે. જે શહેરમાં આઝાદી પહેલા એરપોર્ટ હતું. ત્યાં હવે ફક્ત એરપોર્ટ કરવાના વાયદાઓજ આપવામાં આવે છે. જે એરપોર્ટ મોરબી ના મહારાજા દ્વારા કરવામાં આવેલ તે હવે ભારત સરકાર પણ કરી શક્તિ નથી? કેવી મોરબીની કમનશીબી છે.?
વધુમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી સિરામિક ઉદ્યોગના માધ્યમથી દેશ તેમજ વિદેશના ઘણા સેન્ટરો સાથે જોડાયેલું છે. ત્યારે જો જલ્દી એરપોર્ટ ચાલુ થાય તો હાલમાં મંદીમાં સપડાયેલ સિરામિક ઉદ્યોગને ઘણો મોટો ફાયદો થાય તેમ છે. જેથી કરીને એરપોર્ટનું કામ જલ્દી પૂરું કરાવીને વિમાન પ્રવાસ માટે ખુલ્લું મુકવામાં આવે તેવી માંગ કરી છે. અને આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તો ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.