મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે પતિએ મોબાઈલ નહીં આપતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી


SHARE











હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતી પરિણીતાએ તેના પતિ પાસે મોબાઇલ ફોન માંગ્યો હતો જો કે પતિએ મોબાઈલ ફોન નહીં આપતા તેને લાગી આવ્યું હતું જેથી કરીને પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે અને આ પરિણીતાના લગ્ન ગાળો માત્ર પાંચ મહિનાનો હોય હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળ રહેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા દેવરાજભાઈ નાયકાના પત્ની મનીષાબેન (ઉંમર વર્ષ ૨૦) એ તારીખ ૨૧ ના રોજ દવા પી લીધી હતી જેથી કરીને તેઓને પ્રથમ જેતપર મચ્છુ ખાતે સીએચસીમાં લાવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવે અને પોલીસ સૂત્રો પાસેથી હાલમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ઝેરી દવા પી લેનાર મનિષાબેને તેના પતિ પાસે મોબાઇલ ફોન માંગ્યો હતો જો કે પતિએ મોબાઈલ ફોન નહીં આપતા તેમણે ઝેરી દવા પી લીધી હતી હાલમાં તે બેભાન હાલતમાં હોય અને ભોગ બનનાર મહિલાનો લગ્નગાળો માત્ર પાંચ મહિના હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News