મોરબી : ટંકારાના ગજડી ગામના રમેશભાઈ જારીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળમાં ઉપપ્રમુખ તરીકે વરણી
ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા
SHARE
ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા
મોરબી જીલ્લામાં છેલ્લા મહિનાઓમાં એસએમસી દ્વારા ત્રીજી રેડ કરવામાં આવી છે અને અગાઉ ડીઝલ ચોરી ત્યાર બાદ દારૂનું ગોડાઉન અને હવે બ્રાન્ડેડ કંપનીના ઓઇલનું ડુપ્લિકેટ પેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે અને લાખો રૂપિયાનો મુદામાલ કબજે કરવામાં આવેલ છે અને એક કે બે નહીં પરંતુ લગભગ 13 થી વધુ જુદાજુદા બ્રાન્ડનું ડુપ્લિકેટ પેકિંગ ત્યાં કરવામાં આવતું હોવાનુ સામે આવ્યું છે તેવું જાણવા મળે છે.
અગાઉ મોરબી જીલ્લામાં નકલી દારૂ અને નકલી ટોલનાકા બાદ હવે નકલી ઓઇલ બનાવતી ફેક્ટરી પકડાયેલ છે અને ત્યાં એસએમસીની ટીમે રેડ કરી છે તેની મળી રહેલ માહિતી મુજબ ટંકારા તાલુકાનાં લજાઈથી હડમતીયા જવા માટેના રસ્તા ઉપરે ઓદ્યોગીક વિસ્તાર આવેલ છે તેની વચ્ચે આવેલ ગોડાઉનમાં રેડ કરી હતી અને એસએમસીની ટીમના એ.વી. પટેલ અને તેની ટિમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ જુદીજુદી 13 જેટલી બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લિકેટ પેકિંગ ત્યાં બનાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે જો કે હજુ પણ ત્યાં તપાસ અને માલની ગણતરી તેમજ કેટલી કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ત્યાં બનાવવામાં આવતા હતા તેના માટેની તપાસ ચાલી રહી છે. અને મોડી સાંજ સુધીમાં સત્તવાર આંકડો સામે આવે તેવી શ્કાયતા છે.