મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે પૌત્રી દાઝી જતાં સાસુએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત


SHARE





માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે પૌત્રી દાઝી જતાં સાસુએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની દીકરી દાજી ગઈ હતી જેથી કરીને મહિલાને તેના સાસુએ ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિએ માળિયા તાલુકા પોલીસ ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામની સીમમાં લલિતભાઈ ભગવાનજીભાઈ વીડજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સોમાભાઈ કલજીભાઈ નાયકા (25)ના પત્ની નિકિતાબેન સોમાભાઈ નાયકા (24)એ ગત તા. 19/11 ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના પતિ દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી ખાતરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે અને તે પતિ અને સાસુ સાથે અહીંયા રહેતા હતા અને જે દિવસે બનાવ બન્યો તે દિવસે મૃતક મહિલાની દીકરી દાજી ગઈ હતી જેથી તેના સાસુએ તેને ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેની પોલીસે નોંધ કરીને કાર્યવાહી કરેલ છે.




Latest News