મોરબી જીલ્લામાં હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરવું પડશે: જાહેરનામું પ્રસિદ્ધ
Morbi Today
મોરબી: દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ સખી મંડળોને બેંક મારફત લોન સહાય
SHARE
મોરબી: દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ સખી મંડળોને બેંક મારફત લોન સહાય
મોરબી મહાપાલિકાની યુ.સી.ડી. શાખાની ડે. એન.યુ.એલ.એમ. યોજનાના ૬ સખી મંડળોને આઈ.સી.આઈ.સી.આઈ. બેંક મારફત બેંક લિન્કેજ કરવામાં આવેલ જેમાં અરીસફા સખી મંડળ અને તાહિરા સખી મંડળને રૂ.૪ લાખ, રૂહી સખી મંડળ ,સવગુણ સખી મંડળને અને સોહા સખી મંડળને રૂ.૫ લાખા તથા શમશીર સખી મંડળને રૂ. ૧.૫૦ લાખ એમ કુલ ૬ સખી મંડળોને ૨૪.૫ લાખની આઈ.સી.આઈ.સી.આઈ. બેંક મારફત ડે. એન.યુ.એલ.એમ. યોજના થકી લોન સહાય મળી છે જેના દ્વારા સખી મંડળના બહેનોની આર્થિક સ્થિતિ અને તેઓની આજીવિકામાં સુધાર થયો છે સખી મંડળની બહેનોએ આ પ્રકારની લોન સહાયથી સંતોષ વ્યક્ત કર્યો હતો.









