મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણીલાલ સરડવાએ કર્યું 49 મી વખત રક્તદાન
મોરબીમાં રહેતા આગેવાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે સરકાર સમક્ષ મૂકી ચાર માંગ
SHARE







મોરબીમાં રહેતા આગેવાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે સરકાર સમક્ષ મૂકી ચાર માંગ
યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર સમક્ષ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ અને મોરબીના રહેવાસી ચાર માંગ મૂકવામાં આવેલ છે
રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ અને મોરબીના રહેવાસી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી વર્ષ નિમિતે જો સરકાર ખરેખર સરદારને સન્માન આપતી હોય અને સરદાર પ્રત્યે સાચી લાગણી ધરાવતી હોય તો સરકારે સમગ્ર રાજ્યમા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ વર્ષ તરીકે ઉજવવામાં આવે અને સત્તાવાર તેની ઘોષણા કરવી જોઈએ અને સરદાર સાહેબના નામે કોઈ યોજના ચાલુ કરવી જોઈએ.
ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું લંડન સ્થિત ૨૩, અલ્ડ્રિજ રોડ, વિલા લાડબ્રોક ગ્રોવ, ઘર કે જ્યા તેમની સ્મૃતિ અને તેમની યાદો સાથે જોડાયેલ આ ઈમારતો ગુજરાત સરકાર ખરીદીને સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવવા માટે રાજ્ય સરકાર આ કદમ ઉઠાવે તેવી માંગણી છે. અને તેમા "સરદાર પટેલ મેમોરીયલ" ની સ્થાપના કરવામા આવે, જેના માધ્યમથી ભારતની નવી પેઢીને તેના કાર્યો, વિચારો અને પરિણામો અંગે અભ્યાસ કરી શકે અને તેમના કાયમી સ્મરણ રહે. તેની સાથે આપણા રાષ્ટ્રપિતા અને યુગપુરુષ પૂજ્ય મહાત્મા ગાંધીજીનુ લંડન ખાતેનુ ર, બેરોસ કોર્ટ રોડ ઘર પણ ખરીદવામા આવે. આજે બ્રિટિશ સરકારે આ દરેક ઈમારતો પર એક ભુરા રંગની તક્તી નામ સાથે હેરીટેજના દરજ્જા સાથે લગાવેલ છે. તે હેરિટેજ પ્રોપર્ટી ભારતના લોકો માટે ગૌરવની બાબત હોય તેને તે રીતે સાચવવા યોગ્ય કરવું જોઈએ.
સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભુમિ કરમસદને "સરદાર પટેલ પુણ્યભુમિ" નો દરજ્જો આપી સન્માન જનક જાહેર કરવામા આવે અને તેની જાળવણી સરકાર દ્વારા એક ટ્રસ્ટ બનાવીને કરવામાં આવે તેમજ ખરેખર મોટેરા ક્રીકેટ સ્ટેડીયમનુ નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જોડાયેલ હતું તેને પુનઃ સરદાર પટેલ સ્ટેડીયમ નામ આપવામા આવે તેવી માંગ કરેલ છે.

