મોરબીમાં રહેતા આગેવાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે સરકાર સમક્ષ મૂકી ચાર માંગ
મોરબીના મકનસર પાસેથી 78 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ
SHARE







મોરબીના મકનસર પાસેથી 78 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ
મોરબી તાલુકાના મકનસર ગામ પ્રેમજીનગર નેશનલ હાઈવે પાસે ઇટના ભઠ્ઠા નજીક ઇગ્લીશ દારૂનો જથ્થો સગેવગે કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે 78 બોટલ દારૂ મળી આવી હતી જેથી પોલીસે દારૂ સાથે આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબી તાલુકાનાં પીઆઇ એસ.કે ચારેલ સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સના પીએસઆઈ એસ.એન.સગારકા તેમજ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં રમેશભાઈ મુંધવા તથા શક્તિસિંહ જાડેજાને બાતમી મળેલ હતી કે, "મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ગામે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર સંજયભાઈ ઉર્ફે ધુડો રાતૈયાના ઇટોના ભઠ્ઠા પાસે સંજયભાઇ ઇંગ્લીશ દારુ સગેવગે કરવાની પેરવીમાં છે જે ખાનગી બાતમી આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની 78 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 47524 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી સંજયભાઇ ઉર્ફે ધુડો વિરજીભાઇ રાતૈયા (28) રહે. નવા મકનસર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

