મોરબીમાં પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
SHARE







મોરબીમાં પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
મોરબીના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન મુજબ મોરબી જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં વસવાટ કરતા અનુસૂચિત જાતિ/ અનુસુચિત જનજાતિના ધોરણ ૧૦ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના આગળના આભ્યાસ માટે અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી સારી કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે રવિવારે સવારે સાડા દસ કલાકે એસપી કચેરી ખાતે "કારકિર્દી માર્ગદર્શન સેમિનાર" નુ આયોજન કરવામાં આવેલ હતુ. આ સેમિનારમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહેલ હતા. જેઓને તજજ્ઞ રવિના બોરલે (આચાર્ય, જવાહર નવોદય વિદ્યાલય, મેરબી) ઘેરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી આગળ શું અભ્યાસ કરી શકાય તે સહિતની જરૂરી માહિતી આપેલ હતી. ત્યારે ડીવાયએસપી પી.એ. ઝાલાએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે અને કેન્દ્ર અને રાજ્યની જાહેર સેવાઓ માટેની પરીક્ષાઓ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. તો ડીવાયએસપી વી.બી.દલવાડીએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે મુંજવતા પ્રશ્નો વિશે યોગ્ય માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા સેમિનારના આયોજન બદલ મોરબી જિલ્લા પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરવામાં આવેલ હતી.

