મોરબીમાં પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
ટંકારાના લક્ષ્મી નારાયણ ચોકમાં કાલે શિવાજી મહારાજના જીવન ઉપર આધારિત રાષ્ટ્રકથાનું આયોજન
SHARE








ટંકારાના લક્ષ્મી નારાયણ ચોકમાં કાલે શિવાજી મહારાજના જીવન ઉપર આધારિત રાષ્ટ્રકથાનું આયોજન
મહર્ષિ દયાનંદ ની 201 મીં જયંતિ નિમિત્તે મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ટંકારા ખાતે રાષ્ટ્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને ટંકારાના લક્ષ્મી નારાયણ ગરબી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજના જીવન આધારિત રાષ્ટ્રકથા સોમવાર તા 14 ના રોજ રાત્રે 8:30 કલાકે યોજાશે. જેમાં ભારત માતાની કથા વક્તા તરીકે હરિયાણાના સુશ્રી અંજલિબેન આર્યા આવશે.
મોરબી માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સંસ્થાપક મહેશભાઈ ભોરણિયાએ જણાવ્યુ કે 13 વર્ષ પહેલા આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી અને રાષ્ટ્રકથાનું આયોજન મોરબીમાં છેલ્લા ઘણા વર્ષથી કરવામાં આવે છે જો કે, ટંકારા તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે આ વખતે ટંકારા ખાતે રાષ્ટ્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને કથા વક્તા તરીકે હરિયાણાના સુશ્રી અંજલિબેન આર્યા આવવાના છે જેમને સાંભળવા એક લાહવો છે. જેથી સોમવારે ટંકારાના લક્ષ્મીનારાયણ ચોકમાં કથા સાંભળવા માટે લોકોને જાહેર નિમંત્રણ આપેલ છે.
વધુમાં મહેશભાઇએ જણાવ્યુ હતું કે, તેમની સંસ્થા બાલ શાખા, શિબિર અને ગુરુકુળને પોષિત કરવાનું કાર્ય કરી રહી છે. આવું જ એક આયોજન તા 3/5 થી 13/5 સુધી શ્રી ઉમા સંકૂલ માલવણ ખાતે કરવામાં આવનાર છે. જેમાં દીકરીઓને જુડો, કરાટે, દંડ, ભાલા, તલવાર, છરી, લેજીમ, સૂર્ય નમસ્કાર વગેરે શીખવવામાં આવશે. આ શિબિર સંચાલક તરીકે સત્યમ આર્ય અને અભિલાષજી આર્ય જયપુરથી આવી રહ્યા છે. અને દસ દિવસની શિબિર નિઃશુલ્ક છે જેમાં જમવા અને રહેવાની સંપૂર્ણ સુવિધા સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. આ શિબિરમાં 13 થી 30 વર્ષ સુધીની દીકરીઓ અને બહેનો ભાગ લઈ શકે છે. અને વધુ માહિતી માટે 94270 87211, 99248 32146 અથવા 9429456393 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.
અંતમાં કહ્યું હતું કે, છત્રપતિ શિવાજીનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક " જાણતા રાજા" નું પણ આયોજન તા. 2/05 થી 8/05 સુધી મોરબીના રવાપર ધુનડા રોડે આયોજન કર્યું છે. અને દરરોજ રાત્રે 08:30 કલાકે 250 કલાકારો દ્વારા આ નાટકની 3000 ફૂટના રંગમંચ ઉપર રજૂઆત કરવામાં આવશે. અને "જાણતા રાજા"નું આયોજન કરવામાં માટે હાલમાં મોરબીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
