ટંકારાના લક્ષ્મી નારાયણ ચોકમાં કાલે શિવાજી મહારાજના જીવન ઉપર આધારિત રાષ્ટ્રકથાનું આયોજન
મોરબી નજીકથી સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત નિપજતા ઓળખ મેળવવા તજવીજ
SHARE








મોરબી નજીકથી સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત નિપજતા ઓળખ મેળવવા તજવીજ
મોરબી માળીયા હાઇવે ઉપરથી એક અજાણ્યા યુવાનને સારવારમાં લાવ્યા હતા અને તેનું સારવારમાં મોત નીપજયું છે જો કે, હજુ તેની ઓળખ થયેલ નથી જેથી તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે લોકો પાસેથી મદદ માંગી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોડીયાર કાઠીયાવાડી ધાબા માળીયા હાઇ-વે ટીંબડી પાટીયાથી એક અજાણ્યા 35 વર્ષના યુવાન ગત તા 8/4 ના રોજ બપોરે બેભાન અવસ્થા મળી આવેલ હતો જેથી તેને 108 મારફતે સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવારમાં દાખલ કર્યો હતો અને તે અજાણ્યા પુરુષનું તા 11/4 ના સાંજ 7:00 કલાકે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી આ બનાવની સરકારી મારફતે તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતક યુવાનના બોડીને પીએમ કરીને લાશને કોલ્ડસ્ટોરેજમાં રાખવામા આવી હતી જો કે, આ મૃતક યુવાનના ડાબા હાથમાં હીન્દીમાં "માઁ", જમણા હાથમાં હીન્દીમાં 'રાજવીર', બંધુકની આકૃતી તથા AK ત્રોફાવેલ છે જેથી મૃતક યુવાનની ઓળખ કોઇની પાસે હોય તો તેમણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એસ.વી.સોલંકી (7990248482) અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર 02822- 242592 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.
