મોરબીમાં ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં ૪૦૦ દર્દીઓએ લીધો લાભ
મોરબીમાં મીસ ડીલીવરી બાદ માનસિક હતાશ રહેતી મહિલાએ જીવનનો અંત આણ્યો
SHARE








મોરબીમાં મીસ ડીલીવરી બાદ માનસિક હતાશ રહેતી મહિલાએ જીવનનો અંત આણ્યો
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયારી નજીક કારખાનાના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ ઝારખંડના પરિવારની પરણીતાએ તેના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું અને બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ શરૂ કરાયેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઝારખંડના અને હાલ મોરબી જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીકના સનવીશ સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા શીનીબેન અજયભાઈ નાયક (શીનીબેન સાંઈનારણભાઈ હેમભ્રમ) નામનાી ૨૨ વર્ષીય પરિણીતાએ તા.૧૩-૪ ના રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તેણીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેણીનું મોત નીપજતા મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એન.સગારકા તથા રાઇટર ભૂપતસિંહ તપાસ માટે દોડી ગયા હતા.તપાસમાં સામે આવ્યુ હતુ કે મૃતક શીનીબેન અજયભાઈ નાયકના એકાદ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને થોડા સમય પહેલા જ મિસ ડિલિવરી થઈ હોય અને બાદમાં ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરવામાં આવેલ હોય તેણી માનસિક બીમાર હતાશ રહેતી હતી. દરમિયાનમાં તેણીએ ઉપરોક્ત પગલું ભરી લેતા તેનું મોત નિપજેલ છે.
આધેડ સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રણછોડભાઈ ગોરધનભાઈ કોળી નામના ૫૮ વર્ષના આધેડ તેમના ભાઈ જગાભાઈ સાથે મોટરસાયકલમાં બેસીને મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ રામદેવપીર મંદિર પાસેથી નીકળ્યા હતા.દરમિયાનમાં ત્યાં રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજા પામતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા તરશીભાઈ ગંગારામભાઈ ઘોડાસરા ગામના ૬૦ વર્ષના વૃદ્ધને ખાનપર નજીક ઇન્ડિયન ગેસ એજન્સી પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા થતાં સારવાર માટે અત્રે ખાનગી સાગર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.તેમજ ટંકારાના ગજડી ગામે રહેતા નવઘણભાઈ વડેચાને ગામ નજીકના નાલા પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મહિલા સારવારમાં
હાલ મોરબી રહેતા અને મૂળ જલગાવના ઉમરાટી ચોપડા વિસ્તારના રહેવાસી મીરાબાઈ નજારસિંહ પાવરા નામના ૩૮ વર્ષીય મહિલા પતિની પાછળ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે જેતપર રોડ સોમનાથ પેટ્રોલ પંપ નજીક તેઓનું બાઈક સ્લીપ થતા ઇજા પામતા મીરાબાઇ પાવરને સારવારમાં લવાયા હતા.તે રીતે જ ટંકારાના બંગાવડી ગામે રહેતા જીતેન્દ્ર કરશનભાઈ પડાયા નામના ૩૬ વર્ષના યુવાનને ખીજડીયા ચોકડી પાસે મોટરસાયકલ અને કાર અકસ્માતમાં ઇજા પામેલ હાલતમાં અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવેલ હતા.તેમજ માટેલ ગામે આવેલ ધરા પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં જયેશભાઈ રામજીભાઈ પરમાર (૩૬) રહે.ભેખડની વાડી શનાળા રોડ મોરબી ને ઇજા થતાં તેને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
બાળકી સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉમિયાપાર્ક વિસ્તારમાં રહેતા પરિવારની કીર્તિકા મનહરલાલ ચૌહાણ નામની નવ વર્ષની બાળકી બપોરના ત્રણેક વાગ્યે અગાસી ઉપર રમતી હતી.ત્યારે દશેક ફૂટ જેટલી ઊંચાઇએથી નીચે પડી જતા ઇજા પામેલ હાલતમાં અત્રે આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર બરવાળા ફાટક પાસેથી બાઈક લઈને જતા સમયે અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતા વનરાજગીરી પ્રભાતગીરી ગોસાઈ (ઉમર ૪૫) અને ગિરીશ કેશુભાઈ વાઘેલા (ઉંમર ૩૨) રહે.વનાળીયાને ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી તાલુકા પોલીસ મથકના જીલુભાઇ ગોગરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
