મોરબીમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન
SHARE







મોરબીમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન
મોરબીમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ આગામી તા. 22/6 ના રોજ મોરબી ખાતે યોજવાનો છે જેના માટે હાલમાં વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે
મોરબી સમસ્ત કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળના જગદીશભાઈ બાંભણિયા, દિનેશભાઈ સાંથલીયા, અજયભાઈ વાઘાણી અને રાજેશભાઈ છેલાણીયા દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આગામી તા. 22/6/2025 ના રોજ મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે કડિયા બોર્ડિંગ ખાતે રાખવામાં આવનાર છે જેના માટે વિદ્યાર્થીઓ પાસેથી હાલમાં ફોર્મ લેવામાં આવી રહ્યા છે અને તે વિદ્યાર્થીઓના ફોર્મ આગામી તા/ 10/6/25 સુધી સ્વીકારવામાં આવશે તેમજ આ સન્માન સમારોહ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે ઇચ્છતા વિદ્યાર્થીઓએ વહેલી તકે આયોજકોને જાણ કરવા માટે થઈને કહેવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની વધુ માહિતી માટે જગદીશભાઈ બાંભણિયા 9106518189, દિનેશભાઈ સાથલિયા 9875014155, અજયભાઈ વાઘાણી 9909841100 અને રાજેશભાઈ છેલાણીયા 9033156664 ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યું છે
