મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં લેણા પેટે આપેલ ચેક પરત ફરતા એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ૯ ટકા વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવા આદેશ કરતી કોર્ટ


SHARE

















મોરબીમાં લેણા પેટે આપેલ ચેક પરત ફરતા એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ૯ ટકા વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવા આદેશ કરતી કોર્ટ

મોરબીમાં કાયદેસરના લેણા પેટે આપેલ ચેક પરત ફરતા, કરાયેલ કેસમાં આરોપીઓને એક વર્ષની કેદની સજા અને ફરીયાદીને ચેકની રકમ ૯ ટકા વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવાનો આદેશ મોરબી કોર્ટે કરેલ છે.

તાજેતરમાં મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે, જે કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મોરબીમાં આવેલ કેરા વીટ્રીફાઈડ એલએલપી ના ભાગીદાર વિવેક ભીમજીભાઈ ગોધવીયાએ, મોરબીમાં આવેલ કે-માર્ક બીઝસોલ પ્રા.લી. તથા તેના ડાયરેકટર્સ અનુકૂમે ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા તથા રોહીત ચતુરભાઈ કાવર સામે સને ૨૦૧૯ માં ટાઈલ્સની ઉધાર ખરીદીની ચુકવણી પેટે આપેલ ચેક રકમ રૂા.૫૦,૫૦,૨૩૭ નો વણચૂકવ્યો પરત થતા, ફરીયાદીએ, આરોપી કંપની કે-માર્ક બીઝસોલ પ્રા. લી. અને કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહિત ચતુરભાઈ કાવર વિરૂધ્ધ મોરબી કોર્ટમાં, ફોજદારી કેસ નાં. ૬૪૮૭/૨૦૧૯ થી દાખલ કરેલ અને આ કેસ ચાલી જતા, ફરીયાદી કેરા વીટ્રીફાઈડ એલએલપી વતી રજુ થયેલા પુરાવાઓ અને ફરીયાદીના વકીલ ચિરાગ ડી.કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ રાખેલ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે.પ્રિન્સીપાલ સીનીઅર સીવીલ જજ અને એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એન.એ.ઈજનેર દ્રારા આરોપીઓ તે કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહીત ચતુરભાઈ કાવરને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ઉપર ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી નવ ટકા સાદા વ્યાજ સહીત વળતર પેટે દીન-૩૦ માં ચૂકવી આપવાનો અતિ મહત્વનો અને સીમાચિહન ચુકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ તથા રવી કે.કારીયા રોકાયેલ હતા.




Latest News