મોરબી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઈકને હડફેટે લેતા વૃદ્ધનો ડાબો હાથ કોણીએથી કપાઈ ગયો
SHARE









મોરબી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઈકને હડફેટે લેતા વૃદ્ધનો ડાબો હાથ કોણીએથી કપાઈ ગયો
મોરબીના વાંકાનેર રોડ ઉપર આવેલ જુના જાંબુડીયા ગામ પાસેથી વૃદ્ધ બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેઓના બાઈકની હડફેટ લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને ત્યારે રોડ ઉપર પટકાયેલ વૃદ્ધના ડાબા હાથ ઉપરથી ટ્રક ટ્રેલરનું વ્હીલ ફરી જવાના કારણે તેને હાથમાં ગંભીર ઇજા થઇ હતી અને તેઓનો હાથ કપાઈ જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને હોસ્પિટલે સારવાર લીધા બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના કાલિકાનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા શિવલાલ વસ્તાભાઈ બોસિયા (62)એ ટ્રક ટ્રેલર નંબર આરજે 7 જીડી 9912 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તેઓ પોતાનો બાઈક નંબર જીજે 36 એડી 1037 લઈને મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ જુના જાંબુડીયા ગામ પાસે સેગ્વે સિરામિક કારખાના વણાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેઓના બાઈકને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદી રસ્તા ઉપર નીચે પટકાતા તેઓના ડાબા હાથ ઉપરથી ટ્રક ટ્રેલરનું વ્હીલ ફરી ગયું હતું જેથી તેઓને હાથમાં કોણીથી ઉપરના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને હાથ કપાઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
