મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીની ફેમિલી કોર્ટે ભરણપોષણના કેસમાં પત્ની-બે દીકરીઓને મહિને ૧૨ હજાર ચૂકવવા કર્યો આદેશ


SHARE











મોરબીની ફેમિલી કોર્ટે ભરણપોષણના કેસમાં પત્ની-બે દીકરીઓને મહિને ૧૨ હજાર ચૂકવવા કર્યો આદેશ

મોરબીની ફેમિલી કોર્ટમાં ભરણપોષણની અરજી દાખલ કરેલ હતી. જેમાં અરજદારના વકીલની દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે પત્ની તથા બંને બાળકોને દર મહિને ૧૨,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, અરજદારના સામાવાળા સાથે તા.૨૨/૦૨/૨૦૧૪ ના રોજ લગ્ન થયેલ હતા. અને લગ્ન સંસારથી બે પુત્રીનો જન્મ થયેલ હતો અને અરજદારને સામાવાળા તથા તેમના પરિવારના સભ્યો શારિરિક માનસિક દુઃખત્રાસ આપતા હતા અને અરજદારને માર મારી કાઢી મૂકેલ હતા તથા સામાવાળાએ અરજદારનો અકારણ ત્યાગ કરેલ હતો. જે અરજદારે તેના વકીલ શહેનાઝબેન ડી. સુમરા મારફત ફેમિલી કોર્ટ મોરબીમાં ફો.પ.અ. નં. ૨૮૫/૨૦૨૩ થી (સી.આર.પી.સી. ૧૨૫) બી.એન.એસ.એસ.-૧૪૪ અન્વયે ભરણપોષણની અરજી દાખલ કરેલ હતી. જે અરજી ફેમિલી કોર્ટ મોરબીમાં ચાલી જતા વકીલ શહેનાઝબેન ડી. સુમરાની દલીલોને ધ્યાને લઈ તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈને અરજદારની અરજી અંશતઃ મંજૂર કરેલ છે અને અરજદાર પત્નીને મહિને ૫,૦૦૦ અને બંને દીકરીઓને મહિને ૩,૫૦૦-૩,૫૦૦ અરજીની તા. ૧/૧૧/૨૦૨૩થી ચડ્યે ચડ્યા ચૂકવવાનો તેમજ અરજી ખર્ચના ૧,૦૦૦ અલગ થી ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં અરજદારો તરફે વકીલ શહેનાઝબેન ડી. સુમરા રોકાયેલ હતા.






Latest News