મોરબીની ફેમિલી કોર્ટે ભરણપોષણના કેસમાં પત્ની-બે દીકરીઓને મહિને ૧૨ હજાર ચૂકવવા કર્યો આદેશ
પ્લાસ્ટિક મુક્ત મોરબી: મનપાએ માય થેલી ઇવેન્ટ અંતગર્ત 1792 લોકોને થેલી બનાવની આપી
SHARE









પ્લાસ્ટિક મુક્ત મોરબી: મનપાએ માય થેલી ઇવેન્ટ અંતગર્ત 1792 લોકોને થેલી બનાવની આપી
સ્વચ્છ ભારત મિશન અર્બન તથા દીનદયાળ અત્યોદય આજીવિકા મિશન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા “માય થેલી” ઇવેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને જૂનથી લઈને ઓગસ્ટ સુધીમાં જુદાજુદા વિસ્તારમાંથી આવેલા 1792 લોકોને માય થેલી ઇવેન્ટ અંતર્ગત થેલી બનાવી આપવામાં આવી હતી અને પહેલનો મુખ્ય ઉદેશ્ય પ્લાસ્ટિક થેલીઓના ઉપયોગમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો હતો અને આ કાર્યક્રમ અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારના કેસરબાગ, દીપ્તિ હેલ્થ સેન્ટર વી.સી.પરા, મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ રેલ્વે સ્ટેશન રોડ, ક્લસ્ટર ઓફીસ શનાળા જગ્યાઓએ સખી મંડળની બહેનો દ્વારા કાપડ અથવા જુના કપડામાંથી વિનામૂલ્યે થેલીઓ બનાવી આપવામાં આવી હતી ઉલેખનીય છે કે, “માય થેલી” ઇવેન્ટ દર ગુરુવાર તથા શુક્રવારે યોજાશે અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ચાલુ રહેશે જેથી કમિશનર સ્વપ્નીલ ખરે તથા ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા દ્વારા તમામ શહેરીજનોને આ કાર્યક્રમમાં જોડાઈને પ્લાસ્ટિક મુક્ત મોરબી અભિયાનને સફળ બનાવવા માટે અપીલ કરી હતી.
