મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કુલ અને ડૉલ્સ એન્ડ ડુડસ સ્કુલ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીમાં રોજગાર પત્ર એનાયત માટે વિશેષ કાર્યક્રમ યોજાશે
SHARE







મોરબીમાં રોજગાર પત્ર એનાયત માટે વિશેષ કાર્યક્રમ યોજાશે
‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી ૮ ઓક્ટોબરના રોજ પંચમુખી હનુમાનજી ખાતે ‘રોજગાર પત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયત’ કરવા કાર્યક્રમ યોજાનાર છે.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં તા ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે મોરબીમાં ગુજરાત સરકારના શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત મોરબી રોજગાર અને વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૮ ઓક્ટોબરના રોજ શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમા સંકુલ સામે, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘રોજગાર પત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયત’ અને ‘ઉદ્યોગો સાથે એમઓયુ’ માટેના જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
