મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના વેપારી યુવાનને ફોરેનમાં કોકોપિટ ખાતરના ગ્રાહક શોધી આપવાનું કહીને 1.72 કરોડ રૂપિયાની ઠગાઈ: 6 શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના વેપારી યુવાનને ફોરેનમાં કોકોપિટ ખાતરના ગ્રાહક શોધી આપવાનું કહીને 1.72 કરોડ રૂપિયાની ઠગાઈ: 6 શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબીમાં રહેતા વેપારી યુવાનને કોકોપિટ ખાતર નું ફોરેનમાં એક્સપોર્ટ કરવું હતું જેથી કરીને ગૂગલમાં સર્ચ કરતા જુદી જુદી બે કંપની ના મેનેજર અને કર્મચારીઓ તેઓના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ગ્રાહક ગોતી આપવાનું અને હોંગકોંગની કંપની સાથે ડીલ કરવાનું કહીને ડોક્યુમેન્ટેશન અને રજીસ્ટ્રેશનના બહાને સમયાંતરે કુલ મળીને 1,72,88,400 ની ઠગાઈ કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલી યુવાન દ્વારા હાલમાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કાર્લ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં રવાપર ગામ પાસે બોની પાર્ક સોસાયટી આવેલ આંગન પેલેસમાં રહેતા વેપારી યુવાને દેવેન્દ્રભાઈ નરસીભાઈ દેત્રોજા (35) એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે મેનેજર પારસ સિંગલા તથા કર્મચારી પ્રવીણ બંસલ, ધનંજય શર્મા, રોબર્ટ વિલિયમ્સ, હેનરી અને હાર્વી નામના છ શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે રાજકોટના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં તેઓની એવિયર ઇમ્પેક્ષ નામની કંપની આવેલ છે અને તેઓ દ્વારા તૈયાર કરવામાં આવતા કોકોપિટ ખાતરનું ફોરેનમાં એક્સપોર્ટ કરવું હતું જેથી કરીને તેમના દ્વારા ઓનલાઈન ગૂગલ માં સર્ચ કરવામાં આવતા ટ્રેડ ફંડામેન્ટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા જી બી એફ એસ વિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો સંપર્ક થયો હતો અને તેના મેનેજર તથા કર્મચારી અને ફોરેનની પાર્ટીના નામે તમામ આરોપીઓએ ફરિયાદી સાથે વાતચીત કરી હતી દરમિયાન ગત તારીખ 20 /1/ 23 થી 8 /9/ 25 દરમિયાન ફરિયાદી પાસેથી સમય અંતરે 1,72,88,400 ની રોકડ મેળવી લેવામાં આવી હતી અને ગ્રાહક ગોતી આપવાનું તથા હોંગકોંગની એસીબીએસ ટ્રેડિંગ નામની કંપનીમાં ડીલ કરવાનું કહીને તેની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવા ચલાવી રહ્યા છે

વાહન અકસ્માતમાં યુવાનને ઇજા

મોરબીના આમરણ ગામ પાસેથી પસાર થઈ રહેલા ભુજના બાદનપર ગામના રહેવાસી બચુભાઈ હમીરભાઈ ભૂત (48) નામના યુવાનને થાર ગાડી નંબર જીજે 37 એમ 3680 ના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને જમણા હાથે અને પગે ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કારચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News