મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૩૦ ઓક્ટોબરના રોજ યોજાશે


SHARE













મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૩૦ ઓક્ટોબરના રોજ યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો ઓક્ટોબર-૨૦૨૫ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા.૩૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમલખવાનું રહેશે. જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/ પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે.

તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૯ ઓક્ટોબરે

મોરબી તાલુકા કક્ષાએ યોજાતો ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા.૨૯ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ વેજીટેબલ રોડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મોરબી સીટી તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો મોરબી (શહેરી) તાલુકા કક્ષાએ સીટી મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમલખવાનું રહેશે.




Latest News