મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા પાસે યુવાનને કચડી નાખનારા ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના ટિંબડી પાટીયા પાસે યુવાનને કચડી નાખનારા ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ હોટલે યુવાન પોતાનો ટ્રક ઉભો રાખીને ચાલીને જમવા માટે જઈ રહ્યો હતો દરમિયાન ટેન્કરના ચાલકે તેને હડફેટે લીધો હતો અને ટેન્કરના વ્હીલ તેના ઉપરથી ફરી જવાના કારણે યુવાનને ગંભીર જા થઈ હતી જેથી હોટલના ગ્રાઉન્ડમાં જ તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના મંડિયા ગામના રહેવાસી ઓમપ્રકાશ સોનારામ દેવાસી (25) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટેન્કર નંબર ડીબી 1 ટી 9986 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 30/9 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં તેમના ભાઈ ગુણેશ ઉર્ફે ગણેશ સોનારામ દેવસી (38) પોતાનો ટ્રક મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે રોડ સાઈડમાં ઉભો રાખીને રામેશ્વર વે બ્રિજ પાસે આવેલ હોટલે જમવા માટે થઈને ચાલીને જઈ રહ્યો હતો દરમિયાન વેબ્રિજે ઉપર કાંટો કરાવવા માટે આવી રહેલા ટેન્કરના ચાલકે ફરિયાદીના ભાઈને હડફેટે લીધો હતો અને તે નીચે પડી જતા તેના ઉપરથી ટેન્કરના તોતિંગ વ્હીલ ફરી ગયા હતા જેથી ફરિયાદીના ભાઈને ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News