યુક્રેનમાં રશિયા બાજુથી યુધ્ધ લડવા ગયેલ મોરબીનો સાહિલ માજોઠી ત્રીજા પ્રત્યે પાસ થયો હતો 12 સાયન્સ
યુક્રેનમાં પકડાયેલ સાહિલ માજોઠીને હેમખેમ પરત લાવવામાં સરકાર મદદ કરે: અબ્દુલભાઈ માજોઠી
SHARE







યુક્રેનમાં પકડાયેલ સાહિલ માજોઠીને હેમખેમ પરત લાવવામાં સરકાર મદદ કરે: અબ્દુલભાઈ માજોઠી
મૂળ મોરબીના રહેવાસી સાહિલ માજોઠીને યુક્રેન ની આર્મી દ્વારા પકડવામાં આવેલ છે જેથી તેના માતા અને મામા દ્વારા સરકારની મદદ મેળવીને તેને હેમખેમ ભારત પરત લાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી હતી ત્યારે આ બાબતે તેના કૌટુંબિક મામા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે તે ભણવામાં હોશિયાર હતો અને અહીંથી બેથી અઢી વર્ષ પહેલા રશિયા ભણવા માટે ગયો હતો દરમિયાન ત્યાં શું બનાવ બન્યો છે તે તેઓને ખબર નથી પરંતુ તેમનો દીકરો હેમખેમ પાછો મોરબી આવે તેવી લાગણી તેઓ વ્યક્ત કરી હતી
મોરબીમાંથી વિદેશ ભણવા માટે થઈને ઘણા બધા વિદ્યાર્થીઓ જતા હોય છે દરમિયાન મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી નામનો યુવાન કે જેણે ધોરણ 12 સાયન્સ નો અભ્યાસ મોરબીની ન્યૂ ઓમ શાંતિ સ્કૂલમાં પૂર્ણ કર્યો હતો ત્યારબાદ તે મોરબીની સિરામિક કંપનીમાં કામકાજ કરતો હતો અને તેને વધુ અભ્યાસ કરવાની ઈચ્છા હોવાથી રશિયામાં તે અભ્યાસ કરવા માટે ગયો હતો જોકે ત્યાં ડ્રગ્સ ના કેસમાં પકડાયા બાદ સાહિલ માજોઠી યુક્રેન સામે યુદ્ધ લડવા ગયો હતો અને ત્યાં તે યુવાને સરેન્ડર કર્યું છે આ વિગત સૌ કોઈ જાણે છે જોકે સાહિલના નાનાનું મૂળ વતન રાજસ્થાનનું પાલી છે અને તેઓ છેલ્લા 40 થી 45 વર્ષથી મોરબી ખાતે આવીને વસવાટ કરે છે. સાહિલના માતાના લગ્ન જામનગર ખાતે થયા હતા જોકે 22 વર્ષ પહેલા પતિ પત્ની વચ્ચે અણ બનાવના કારણે તેમના છુટાછેડા થઈ ગયા હતા.
સાહિલ તેની માતા સાથે મોરબી તેના નાના-નાની રહેવા માટે થઈને આવ્યો હતો અને ત્યારબાદ તે ભણવા માટે થઈને રસિયા સુધી ગયેલ છે જોકે ઘરની પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેને મોરબીના સિરામિક કારખાનામાં પણ નોકરી કરી હતી અને તેની માતા પણ દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી પરંતુ હાલમાં જે કોઈ પરિસ્થિતિ ઉભી થયેલ છે અને યુક્રેન ની આર્મી દ્વારા તેને પકડવામાં આવે છે તે અંગે તેના કૌટુંબિક મામા અબ્દુલભાઈ માજોઠી વિશેષ કશું જાણતા નથી પરંતુ ભારત સરકાર અને ગુજરાત સરકારની મદદ મેળવીને તેમનો ભાણેજ સાહિલ માજોઠી પરત મોરબી આવે તેના માટેના પ્રયત્નો તેઓના પરિવાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને તેના જ ભાગરૂપે હાલમાં તેની માતા અને મામા બંને અમદાવાદ ખાતે એટીએસમાં હોવાની માહિતી તેમના પરિવારજનો આપી રહ્યા છે.
