મોરબીમાં રોડના કામમાં બાળ કિશોરને મજૂરીએ રાખનારા કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: આરોપીની ધરપકડ
મોરબીના ત્રિમંદિર નજીક ઝેરી દવા પી ગયેલ માણેકવાડા ગામના યુવાનનું સારવારમાં મોત
SHARE







મોરબીના ત્રિમંદિર નજીક ઝેરી દવા પી ગયેલ માણેકવાડા ગામના યુવાનનું સારવારમાં મોત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે ત્રિમંદિર નજીક યુવાને કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ હાથ ધરી છે
મોરબીના માણેકવાડા ગામે રહેતા હરેશભાઈ મનસુખભાઈ ચનિયારા (35) એ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ નજીક ત્રિમંદિર પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાને ટેન્શનમાં આવીને આ પગલું ભરી લીધેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા રામજીભાઈ જગાભાઈ પાંચિયા (33) નામના વ્યક્તિ જોધાપર છાત્રાલય નજીકથી રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે કૂતરૂ આડું આવતા રિક્ષા પલટી મારી ગઈ હતી અને આ બનાવમાં ઇજા પામેલ રામજીભાઈને સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
ઝેરી દવા પી જતાં પરિણીતા સારવારમાં
મોરબી તાલુકાના કેરળા ગામે રહેતા ઉર્વશીબા જગદીશસિંહ જાડેજા (19) નામની પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાનો લગ્ન ગાળો એક વર્ષનો હોવાનું હાલમાં સામે આવ્યું છે.
