માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બરવાળાથી બગથળાને જોડતા રસ્તાને ડામર રોડ બનાવવા માંગ


SHARE













મોરબીના બરવાળાથી બગથળાને જોડતા રસ્તાને ડામર રોડ બનાવવા માંગ

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલને પત્ર લખીને મોરબી જીલ્લાના મોરબી તાલુકાના બરવાળા ગામેથી બગથળા  ગામને જોડતો રોડ જે આજે આઝાદીના ૭૮ વર્ષથી પણ વધારે વર્ષો થયા હોવા છતાં  કાચો રોડ છે..! તે બનાવવા માંગ કરેલ છે.

આ રોડ ઉપર બરવાળાથી બગથળા જવા માટે લોકો તેનો  ઉપયોગ કરે છે.પરતું ચોમાસામાં આ રોડ ચાલવા લાયક હોતો નથી.બરવાળા ગામની તમામ જરૂરિયાત માટે મોટા ભાગે બગથળા ગામ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે.જેમ કે બેંક, પોલીસ સ્ટેશન, હેલ્થ સેન્ટર અને તાલુકા શાળાના કામો માટે આ રોડ ખુબ જ અગત્યનો છેતે ઉપરાંત ખેવાળિયા, નારણકા, લુંટાવદર, પીપળીયા વગેરે ગામના લોકો બગથળા ખાતે આવેલ નકલંક ભગવાનની પ્રસિદ્ધિ જગ્યાના દર્શન માટે જવા માટે આ રોડનો ઉપયોગ કરતા હોય છે.તેથી લોકોવતી માંગણી છે કે આ રોડને તાત્કાલિક ડામર રોડ બનાવામાં આવે જો આવું કરવામાં નહી આવે તો સ્થાનિક ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેમ પણ રજૂઆતમાં જણાવવામાં આવેલ છે.




Latest News