મોરબીમાંથી ૯ માહિનામાં ઢોર પકડ પાર્ટી દ્વારા ૨૦૩૦ પશુને પકડવામાં આવ્યા
SHARE
મોરબીમાંથી ૯ માહિનામાં ઢોર પકડ પાર્ટી દ્વારા ૨૦૩૦ પશુને પકડવામાં આવ્યા
મોરબીના લોકોને રજડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તેના માટે મહાપાલિકા દ્વારા ઢોર પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને છેલ્લા ૯ માહિનામાં મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી ઢોર પકડ પાર્ટી દ્વારા ૨૦૩૦ પશુને પકડવામાં આવેલ છે અને આજની તારીખે પણ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાના A.N.C.D. શાખા દ્વારા નાયબ કમિશનરના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં મોરબી તાલુકાના ગૌશાળા સંચાલકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે મીટીંગમાં નાયબ પશુપાલન નિયામક, વેટેનરી ઓફિસર, A.N.C.D. શાખાના શાખાઅધ્યક્ષ તેમજ મોરબી તાલુકાના ૧૭ ગૌશાળાના સંચાલકો હાજર રહ્યા હતા. તેમાં અંદાજીત ૨૫૦ પશુને રાખવા માટેની બાહેંધરી મળેલ હતી.
મોરબીમાં માર્ચ ૨૦૨૫ થી ડીસેમ્બર ૨૦૨૫ સુધી માં અંદાજીત ૨૦૩૦ પશુ પકડેલ છે. આ ઉપરાંત ૧૨૫૪ પશુઓનું RFID તથા ટેગિંગ કરેલ છે. અને પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેશન કરવા તથા પેટ ડોગ માલિકોને પોતાના રજીસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરી છે. આ ઉપરાંત ટેગ અને RFID લગાવીને મોરબી જીલ્લાની વિવિધ ગૌશાળા તથા પાંજરાપોળમાં પશુ મોકલેલ છે. અને હાલમાં પણ પશુ પકડવાની કામગીરી ચાલુ છે.