મોરબીના નાની વાવડી ગામે આવેલ કુમાર શાળાના શિક્ષક વિનોદભાઈ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો
મોરબીમાં ૧૫૦૩.૮૭ લાખના ખર્ચે જુદાજુદા વિસ્તારમાં 6 ડામર રોડ બની જવાથી લોકોની સુવિધામાં વધારો થશે: મનપા
SHARE
મોરબીમાં ૧૫૦૩.૮૭ લાખના ખર્ચે જુદાજુદા વિસ્તારમાં 6 ડામર રોડ બની જવાથી લોકોની સુવિધામાં વધારો થશે: મનપા
મોરબીના જુદાજુદા વિસ્તારમાં રોડ બનાવવા માટેની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે ત્યારે મોરબી મહાપાલિકાની હદ જુદા-જુદા ૬ રોડ અંદાજે ૧૫૦૩.૮૭ લાખના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવી રહ્યા છે અને આ રોડ બની જવાથી લોકોની સુખાકારીમાં વધારો થશે.
મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાના અધિકારી જણાવ્યુ છે કે, ૧૧૮.૪૬ લાખના ખર્ચે નવલખી રોડથી શ્રધ્ધા પાર્ક સુધી ડામર રોડનું કામ, ૩૮૦.૪૮ લાખના ખર્ચે વાવડી ગામથી નંદીઘર સુધી ડામર રોડનું કામ, ૧૭૯.૧૨ લાખના ખર્ચે ઉમીયાનગર થી જુના રફાળેશ્વરની ફાટક સુધી ડામર રોડનું કામ, ૧૪૫.૩૯ લાખના ખર્ચે કાલીન્દ્રી નદી થી જુના ઘુંટુ રોડ સુધી ડામર રોડનું કામ. ૩૮૮.૮૧ લાખના ખર્ચે લીલાપર ચોકડીથી શ્રી રામ વાડી સુધી ડામર રોડનું કામ, ૨૯૧.૬૧ લાખના ખર્ચે પ્રધાન મંત્રી આવાસ યોજનાથી પંચાસર રોડ સુધી ડામર રોડનું કામ ચાલુ કરવામાં આવેલ છે આમ મોરબીના જુદાજુદા વિસ્તારમાં આવેલ કુલ મળીને ૬ રોડના કામ અંદાજીત ૧૫૦૩.૮૭ લાખના ખર્ચે કરવામાં આવી રહ્યા છે. જે ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. જેથી કરીને લોકોની સુખાકારીમાં વધારો થશે.