મોરબીમાંથી સગીરનું અપહરણ: ગુનો નોંધાયો
SHARE
મોરબીમાંથી સગીરનું અપહરણ: ગુનો નોંધાયો
મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું કોઈ અજાણ્ય શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી સગીરાની માતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીમાં રહેતી મહિલાએ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેની 15 વર્ષની સગીર દીકરીનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી સગીરાની માતા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વૃદ્ધ સારવારમાં
મોરબીમાં આવેલ ધર્મલાભ સોસાયટીમાં રહેતા રસેશભાઈ મોહનભાઈ મોરડીયા (60) નામના વૃદ્ધ બાઈક લઈને બાયપાસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણી કારના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
બાઈક સ્લીપ
હળવદમાં આવેલ સુરભિ પાર્કમાં સ્વસ્તિક માર્બલ ખાતે રહેતો રાજ મિલનભાઈ ઠક્કર (15) નામનો કિશોર હળવદ રોડ ઉપર બાઈકમાં જતો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા કિશોરને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. #morbi