મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં શિક્ષણ સાથે સુરક્ષા-પ્રતિભાને પ્રાધાન્ય
મોરબીમાં આવેલ ઓસેમ (GSEB)નો વાર્ષિક રમતોત્સવ યોજાયો
SHARE
મોરબીમાં આવેલ ઓસેમ (GSEB)નો વાર્ષિક રમતોત્સવ યોજાયો
મોરબીમાં આવેલ ઓસેમ (GSEB) શાળા ખાતે “જઝ્બા 2.0– ઓસેમ Olympic” વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો જેમાં શાળાના 800 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ તકે ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, નારુભા જેઠવા, સિદ્ધાર્થભાઈ તથા સૂર્યરાજસિંહ હાજર રહ્યા હતા સાથે સાથે શ્રીમતી ધર્મિષ્ઠાબેન કડિવર (એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, ડીઇઑ મોરબી), પીઆઇ મયંક પંડ્યા, પૂર્વ આર્મી ઓફિસર સહદેવ ઝાલા સહિત હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓ દ્વારા ઓલિમ્પિક થીમ આધારિત માર્ચ પાસ્ટ કરી હતી અને તેની સાથે ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમે છેલ્લા દિવસોમાં મેળવેલ સફળતાઓને ધ્યાને રાખીને સમગ્ર ટીમને બિરદાવી હતી. આ કાર્યક્રમનું યોજના બદ્ધ આયોજન અને માર્ગદર્શન પ્રિન્સિપાલ શ્રીમતી સના કાઝી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને શિક્ષકો, રમત કોચ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓની સંયુક્ત ટીમ વર્કથી સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યું હતું. વધુમાં સના કાઝીએ જણાવ્યું હતું કે ઓસેમ માં શિક્ષણ અને રમત સંસ્કૃતિ સાથે આગળ વધે છે તથા શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ ઉત્તમ આયોજન અને ઉત્સાહભરી ભાગીદારીને કારણે ‘જઝ્બા 2.0’ એક સફળ અને સ્મરણિય રમતોત્સવ તરીકે નોંધાયો છે.