મોરબીમાં ટીબીના 125 દર્દીઓને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી વાંકાનેરના કોઠારીયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય હિમાંશુભાઈની બદલી થતા વિદાયમાન અપાયું મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો-સાયબર ક્રાઈમની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો મોરબીમાં પતંગની દોરીથી 85 થી વધુ પક્ષી ઘાયલ: 10 જેટલા પક્ષીના મોત સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિએ ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરાયું ગૌસેવાના કામમાં દાતાઓ વરસી ગયા: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું 1.05 કરોડથી વધુનું દાન મકરસંક્રાંતિ નિમિતે મોરબીમાં PLHIV  લાભાર્થીઓને રાશન કીટ, ચિકી વિગેરેનું વિતરણ કરાયું મોરબી કલામંદિર સંગીત ક્લાસની વિદ્યાર્થીની પ્રદેશ કક્ષાએ લોકગીત સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા
Breaking news
Morbi Today

ગૌસેવાના કામમાં દાતાઓ વરસી ગયા: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું 1.05 કરોડથી વધુનું દાન


SHARE















ગૌસેવાના કામમાં દાતાઓ વરસી ગયા: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું 1.05 કરોડથી વધુનું દાન

દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે મોરબીમાં આમ આદમીથી લઈને ઉદ્યોગોપતિ સુધીના સહુ કોઈ પોતાની યથાશક્તિ મુજબ દાન કરીને પુણ્યનું ભથ્થું બાંધતા હોય છે પરંતુ જો મોરબીની વાત કરીએ તો અહીના ઉદ્યોગકારો સહિતના દાતાઓ તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવે છે જો કે, મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ પાંજરાપોળના ગૌવંશો માટે વરસી પડે છે જેથી કરીને પાંજરાપોળમાં ગૌસેવા માટે એક જ દિવસમાં મોટું દાન આવે છે તેવામાં ગઇકાલે એક જ દિવસમાં દાતાઓ વરસી જતાં 1.05 કરોડથી વધનું દાન આવેલ છે. આ ઉપરાંત 17 મણ કરતાં વધુ લીલો ઘાસ ચારો પણ દાતાઓ તરફથી આપવામાં આવેલ છે.

હિંદુ સંસ્કૃતિમાં દાન ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે જેથી લોકો પોતાની યથા શક્તિ પ્રમણે દાન કરતા હોય છે મોરબીના રાજવી પરિવાર દ્વારા વર્ષો પહેલા મોરબી પાંજરાપોળમાં રહેતા ગૌ વંશો સહિતના અબોલ જીવોના નિભાવ માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી દેવામાં આવી છે જો કે, આ પાંજરાપોળને લોકો તરફથી અવિરત દાન તો મળે જ છે અને પાંજરાપોળ પાસે જે હજારો હેક્ટર જમીન છે તેનો સદુપયોગ કરીને ગૌવંશના ખોરાક માટે જેટલા ચારાની દૈનિક જરૂર હોય છે તેના ૩૦ ટકાથી વધુ ચારાની વ્યવસ્થા પાંજરાપોળની વીડીમાંથી કરવામાં આવે છે જોકે, મોરબીના ધારાસભ્ય અને પાંજરાપોળના ટ્રસ્ટી કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની હાલમાં મુંબઈ ખાતે સારવાર ચાલી રહી છે જેથી તેઓ મોરબીમાં ન હતા પરંતુ ગૌસેવાના કામમાં મોરબીના ઉદ્યોગકારો સહિતના લોકોને ખુલ્લા હાથે સહકાર આપવા માટે તેઓએ સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને અપીલ કરી હતી. અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા રવાપર રોડે પાંજરાપોળના સ્ટોલ ખાતે હાજર રહ્યા હતા અને લોકોને ગૌસેવાના કામમાં દાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ પટેલ (બોસ), હિતેશભાઇ ભાવસાર, જયેશભાઇ શાહ સહિતનાઓ પાસેથી મળેલ માહિતી મુજબ આજની તારીખે પાંજરાપોળમાં 6000 થી વધુ ગૌવંશનો નિભાવ મોરબી પાંજરાપોળમાં કરવામાં આવે છે જેના માટે મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે મોરબીના દાતાઓ લાખો રૂપિયાનુ દાન આપતા હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ સવારથી સાંજ સુધીમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં 39 જેટલા સ્ટોલ ઊભા કરીને દાન એકત્રિત કરવામાં આવ્યું હતું અને મોરબીના સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી મોરબી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે એક જ દિવસમાં 1.05 કરોડથી વધુનું દાન આપવામાં આવ્યુ છે આટલું જ નહીં 17 મણ કરતાં વધુ લીલો ઘાસ ચારો પણ મોરબી પાંજરાપોળને દાતાઓ તરફથી આપવામાં આવેલ છે આમ ગો સેવાના આ યજ્ઞમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના દાતાઓ વરસી ગયા હતા. 






Latest News